બોટાદ LCB પોલીસે સરકારી ગોડાઉનમાંથી ચણાની ચોરીના ગુનામાં સંડોવાયેલા 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 2,93,460નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ચોરી 28 મેના રોજ સાળંગપુર રોડ પર આવેલા સરકારી ગોડાઉનમાં થઈ હતી. અજાણ્યા શખ્સોએ ગોડાઉનના પાછળના ભાગે ખાડો પાડી 120 બોરી ચણાની ચોરી કરી હતી.
આ ઘટના બાદ કઈઇ પોલીસે તપાસ હાથ ધરી હતી. બાતમીના આધારે પોલીસે સાહીર અબ્બાસ વહોરા, શબ્બીર ઉર્ફે ભૂરો મહમદ ખત્રી, રમજાન રફિક કુરેશી, અલફેજ કાસમ કારવા, મહેમુદ ઈકબાલ કારીયાણીયા અને અક્રમ અલારખ ભાસનીને પકડી પાડ્યા હતા. આરોપીઓની પૂછપરછ દરમિયાન તેમણે સરકારી ગોડાઉનમાંથી ચણાની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. પોલીસે તેમની પાસેથી 188 મણ ચણા અને ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી રિક્ષા સહિત કુલ ₹2,93,460નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.પોલીસે આ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.
