રાજપૂતપરા અને ભીમનગરમાં જુગારનો દરોડો: સ્ક્રેપના ધંધાર્થી સહિત 20 શખ્સો ઝડપાયા

શહેરના રાજપુતપરામાં અને કાલાવડ રોડ પર આવેલા ભીમનગરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડો પાડી પોલીસે 20 શખ્સોને ઝડપી લીધા હતા અને 55 હજારનો મુદ્દામાલ…

શહેરના રાજપુતપરામાં અને કાલાવડ રોડ પર આવેલા ભીમનગરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડો પાડી પોલીસે 20 શખ્સોને ઝડપી લીધા હતા અને 55 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
વધુ વિગતો મુજબ એ ડિવિઝન પોલીસ મથકના હેડકોન્સ્ટેબલ કનુભાઇ બસીયા સહિતના સ્ટાફે રાજપુતપરા શેરીનં.5માં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા રામદાન લીપડુ ચૌધરી, જીતેન્દ્ર ચૌધરી, કૈલેશ ચૌધરી, અરૂણ ચૌધરી, ફરહાત અલ્લી દરજી, કરામત અલ્લી દરજી, જયેશ ડાભી, કનૈયા ચૌહાણ અને રાધેશ્યામ વર્માને ઝડપી લઇ રૂા.40,980ની રોડક જપ્ત કરી હતી. તમામ જુગારીઓ ટાન્સ્પોર્ટના ધંધા સાથે જોડાયેલા હોવાનુ જાણવા મળ્યુ છે.

બીજા દરોડામાં તાલુકા પોલીસ મથકના પીએસઆઇ કારેણા અને વિજયભાઇ ઝૂજા સહિતના સ્ટાફે નાના મવા પાસે આવેલા ભીમનગર શેરી નં8માં દરોડો પાડી જુગાર રમતા સુનીલ બાબુવઘેરા, હિરેન રસીકભાઇ આડેસરા, જાફર ઇકબાલ કીડીયા, દિપક ચુડાસમા, સચીન સોલંકી, મુકેશ પરમાર, અમીન શીંશાગીયા, ઇકબાલ આરબ, રઉફ ઉર્ફે મુન્નો ફુફા અને અનીલ દુધરેજાને ઝડપી 15 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઝડપાયેલા આરોપીઓમાંથી બે જુગારી ભંગારનો ડેલો ધરાવતા હોવાનુ સામે આવ્યુ છે.