જૂના મોરબી રોડ ચામડિયાપરામાં જુગાર રમતાં ત્રણ શખ્સ પકડાયા

શહેરનાં જુના મોરબી રોડ પર ચામડીયાપરામા જુગાર રમાતો હોવાની બાતમીનાં આધારે બી ડીવીઝન પોલીસે દરોડા પાડી 3 શખસોને 12 હજારની રોકડ સાથે ઝડપી લીધા હતા.…

શહેરનાં જુના મોરબી રોડ પર ચામડીયાપરામા જુગાર રમાતો હોવાની બાતમીનાં આધારે બી ડીવીઝન પોલીસે દરોડા પાડી 3 શખસોને 12 હજારની રોકડ સાથે ઝડપી લીધા હતા.

વધુ વિગતો મુજબ બી ડીવીઝન પોલીસ મથકનાં હેડ કોન્સટેબલ નરેશભાઇ ચાવડા અને વિશ્ર્વજીતસિંહ ઝાલા સહીતનાં સ્ટાફે બાતમી પરથી જુના મોરબી રોડ ચામડીયાપરા ખાટકીવાસમા દરોડો પાડી જુગાર રમતા ભગવતીપરા આશાબા પીરની દરગાહ પાસે રહેતા સંજય લાલજી પરમાર, સદામ ઉર્ફે ઇમુ હુશેનભાઇ શેખ (રહે. સમન્વય હાઇટસ વીંગ એ ફલેટ નં ર07 ભગવતીપરા ) અને ગંજીવાડા શેરી નં 8 મહાકાળી ચોક પાસે રહેતા રફીક કાદર અજમેરીને ઝડપી લઇ રૂ. 12320 ની રોકડ જપ્ત કરી હતી.