રાજકોટ શહેરમા ગોંડલ રોડ એસટી વર્કશોપની પાછળ આવેલા આંબેડકરનગરમા જુગાર રમાતો હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડી છ મહીલાને ઝડપી 37પ00 નો મુદામાલ કબજે કર્યો હતો. જયારે કાળીપાટ પાસે કિરણબેનના મકાનમા જુગારનો દરોડો પાડી 3 મહીલા સહીત પાંચને પકડી રૂ. 13000 નો મુદામાલ જપ્ત કર્યો છે.
વધુ વિગતો મુજબ આંબેડકરનગર શેરી નં પાંચમા રહેતા લક્ષ્મીબેન વાલજીભાઇ ગોહીલ પોતાના મકાનમા જુગાર રમાડતા હોવાની બાતમીના આધારે પીસીબી શાખાએ દરોડો પાડી જુગાર રમતા લક્ષ્મીબેન, સંગીતાબેન વિનેશભાઇ બથવાર, મંજુલાબેન અરજણભાઇ રાઠોડ, પ્રભાબેન વસંતભાઇ રાખોલીયા, ગીતાબેન દિનેશભાઇ પરમાર, નીમુબેન મગનભાઇ સોલંકીને ઝડપી લઇ રૂ. 37પ00 નો મુદામાલ જપ્ત કર્યો હતો જયારે બીજા દરોડામા કાળીપાટ ગામે શંકર ભગવાનના મંદિરની સામે કિરણબેનના મકાનમા ફળીયામા જાહેરમા જુગાર રમતા હરેશભાઇ વિહાભાઇ પરાલીયા, કાનજી ભગવાનજી સરવૈયા, કિરણબેન રમેશભાઇ ગોવાણી, સજજનબેન બાળુભાઇ વાળા, અને પ્રજ્ઞાબેન વિનોદભાઇ કામાણીને પકડી લઇ 13 હજારનો મુદામાલ કબજે કર્યો હતો આ કામગીરી આજીડેમ પોલીસ મથકના એએસઆઇ રવીભાઇ વાંક અને સંજયરાજભાઇ બારોટે કરી હતી.
જયારે માલવીયા નગર પોલીસ મથકના સ્ટાફે મવડી ફાયર બ્રીગેડ પાછળ અલકા સોસાયટી કમ્યુનીટી હોલ પાસે જાહેરમા વરલી ફીચરના આકડા લેતો શકિતવાન શંકરસિંહ ચૌહાણ (રહે. લોધેશ્ર્વર સોસાયટી) ને ઝડપી લઇ 900 રૂપીયાની રોકડ કબજે કરી હતી.
—-

