Site icon Gujarat Mirror

હડાળા ગામે મહિલા અને મિલપરામાં ચોકીદારે ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યુ

 

નવા મોરબી રોડ પર હડાળા ગામે મહીલાએ પોતાના મકાનમા ગળેફાંસો ખાઇ લેતા તેમનુ મોત નીપજયુ હતુ. વધુ વિગતો મુજબ હડાળા ગામે આવેલા વિજયનગર ગામ પહેલા બે માળીયા મકાનમા રહેતા લાભુબેન જયંતિભાઇ ખડવી (ઉ.વ. પ0) નામના મહીલાએ ગળેફાંસો ખાઇ લેતા તેમને 108 ના ઇએમટી પ્રકાશભાઇ વાળાએ જોઇ તપાસી મૃત જાહેર કર્યા હતા. તેઓને સંતાનમા બે પુત્ર, બે પુત્રી છે અને પતિ મજુરી કામ કરે છે. લાભુબેને કયા કારણોસર આપઘાત કર્યો એ અંગે કુવાડવા પોલીસ મથકના ડી. વી. પરમાર તપાસ ચલાવી રહયા છે.

બીજા બનાવમા મીલપરા શેરી નં ર6 પાસે આવેલા તપોવન એપાર્ટમેન્ટમા રહેતા અને ત્યાજ ચોકીદારી કરતા નેપાળી ડમરભાઇ (ઉ.વ. ર6) એ કોઇ કારણોસર ગળેફાંસો ખાઇ લેતા તેમને 108 ના ઇએમટી અલ્પેશભાઇએ જોઇ તપાસી મૃત જાહેર કર્યા હતા. તેમને સંતાનમા 3 દિકરી છે. તેમજ પોતે ચોકીદારી કરતા હતા. ડમરભાઇએ કયા કારણે પગલુ ભર્યુ તે અંગે ભકિતનગરના હેડ કોન્સ્ટેબલ પ્રશાંતસિંહ ગોહિલ તપાસ ચલાવી રહયા છે. યુવકના આપઘાતથી 3 સંતાને પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે.

Exit mobile version