Site icon Gujarat Mirror

સિવિલમાં દર્દીનાં મોત મામલે તપાસ કમિટી બનાવાઇ

oplus_2097152

શહેરની પીડીયું સિવિલ હોસ્પિટલમાં બનતા ગેટના પિલોર માટેનાં ખાડામાં પડતા જગદીશ મનસુખભાઈ ચાવડા નામના દર્દીનું મોત નિપજ્યું હોય આ મામલે તીબીબી અધિક્ષક ડો.મોનાલી માંકડિયાએ તપાસ કમિટી બનાવી છે. આ તપાસ કમિટીનો રીપોર્ટ આવ્યા બાદ જવાબદારો સામે પગલા ભરવામાં આવશે. તેમજ હવે ઊંચાં અને મજબુત બેરીગેટ લગાવી આવ વિસ્તારમાં લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ લગાવવામાં આવશે.

આ ઘટનાની લઇને મૃતકના ભાઈ મૃતક જગદીશભાઈનાં મોટાભાઈ સંજય ચાવડાએ આ અંગે જણાવ્યું હતું કે, સિવિલ તંત્ર દ્વારા કોઇ બેરીકેડ લગાવ્યા નહોતા જેને કારણે આ દુર્ઘટના બની છે. તંત્રએ સાવચેતી રાખવી જોઈએ. અહીં લોકો સાજા થવા માટે આવે છે તેને બદલે મારા ભાઈને મોત મળ્યું છે. જગદીશભાઈને પેટમાં સોજા હોવાથી તેને ત્રણ દિવસ પહેલા દાખલ કરવામાં આવ્યો હતો. આ સારવાર સફળ રહેતા તે સાજો થયો હતો. અને આજે તેને રજા આપવાના હતા. ડોક્ટરે તેને ચાલવાનું કહ્યું હોય તે સવારે ચાલીને નીકળ્યો હતો. દરમિયાન ગેઇટનું કામ ચાલતું હતું ત્યાં કોઈ બેરીકેડ નહીં હોવાથી ત્યાંથી ચા પીવા ગયો હતો. અને ઊંડા ખાડામાં પડી ટૂંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું છે. પીડીયું સિવિલ હોસ્પિટલ ખાતે બનેલી આ ઘટના બાદ આ મામલે સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. મોનાલીબેન માંકડિયાએ જણાવ્યુ કે, સિવિલ હોસ્પિટલમાં નવો ગેઇટ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેનાં માટે બનાવવામાં આવેલા ખાડામાં પડતા એક દર્દીનું મોત થવાની દુ:ખદ ઘટના સામે આવી છે.

આ મામલે કોન્ટ્રાક્ટરની બેદરકારી હોવાનો આરોપ પરિવારે લગાવ્યો છે. જેને લઈ આ અંગે તપાસ કમિટી બનાવવામાં આવી છે. પાસ કમિટી દ્વારા સીસીટીવી સહિતનાં મધ્યમોથી તપાસ કરવામાં આવશે. જેમાં કોન્ટ્રાક્ટરે બેરીકેડ નહીં લગાવ્યા હોવાનું સામે આવશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
વધુમાં તબીબી અધિક્ષક ડો.મોનાલી માંકડિયાએ જણાવ્યું કે, ઘટના બાદ હવે ઊંચાં અને મજબુત બેરીગેટ લગાવી આવ વિસ્તારમાં લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ લગાવવામાં આવશે.

ધારાસભ્ય દર્શિતા શાહ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયા
સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દી જગદીશ મનસુખભાઈ ચાવડાનું હોસ્પિટલમાં બનતા ગેટના પિલોર માટેનાં ખાડામાં પડતા મોત થયું હતું. સિવિલ હોસ્પિટલમાં મુખ્ય દરવાજાની કામગીરી ચાલે છે. આ દરવાજાની કામગીરી માટે સિવિલ હોસ્પિટલ પાસે મોટા ખાડા ખોદવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ હોસ્પીટલે દોડી ગયા હતા. આ ઘટનાને લઇને હોસ્પિટલ તંત્રને જરૂૂરી સુચના આપી સિવિલના કોન્ટ્રાક્ટર અને સિક્યુરિટી એજન્સીને નોટીસ આપવા પણ તબીબી અધિક્ષકને સુચના આપી હતી.

Exit mobile version