ભાવનગરના બુઢાણામાં જુગારનો દરોડો, છ શખ્સો 2.27 લાખની મતા સાથે ઝડપાયા

કુભારવાડામાં વરલી મટકાનો જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા ભાવનગર જિલ્લા બુઢણા એલસીબી પોલીસ ની ટીમે બાતમીના આધારે જુગારધામ પર રેઇડ કરી 6 જુગારીઓને ઝડપી પાડ્યા…

કુભારવાડામાં વરલી મટકાનો જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

ભાવનગર જિલ્લા બુઢણા એલસીબી પોલીસ ની ટીમે બાતમીના આધારે જુગારધામ પર રેઇડ કરી 6 જુગારીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય 7 શખ્સો પોલીસને જોઈ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.
મળતી વિગત મુજબ ભાવનગર એસ.પી. નિતેશ પાંડેયની સૂચનાથી એલ.સી.બી. પી.આઈ. મયુરધ્વજસિંહ સરવૈયા અને તેમની ટીમ સિહોર પંથકમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે, બુઢણા ગામની ખરાબાની ‘નવાણ’ તરીકે ઓળખાતી જગ્યાએ પતરાના ઢાળિયામાં લાઈટની સુવિધા કરી કેટલાક શખ્સો હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. પોલીસે આ સ્થળે ઓચિંતો દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી.

પોલીસે ઘટનાસ્થળેથી મોહિત ઘનશ્યામભાઇ કાંજાની, અજય ગંગારામ રૂૂપેજા, પંકજ ઉદાભાઇ પરમાર, યુનુસ ઉર્ફે મુંગો મુસાભાઇ લાખાણી, પ્રકાશ કાનજીભાઇ ખેરાળા અને સતાર કાસમભાઇ મહેતર (તમામ રહે. પાલીતાણા) ને ગંજીપત્તા રમતા ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રૂૂ. 27,200/- ની રોકડ અને 4 મોટર સાયકલ (કિંમત રૂૂ. 1,00,000/-) મળી કુલ રૂૂ. 1,27,200/- નો મુદ્દામાલ કબજે કર્યો છે.

બીજા દરોડામાં ભાવનગર રેન્જ આઈ.જી. રાજેન્દ્ર વી. અસારી તથા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા જિલ્લામાં દારૂૂ-જુગારની બદી નાબૂદ કરવાની સૂચના અન્વયે કઈઇ પી.આઈ. મયુરધ્વજસિંહ સરવૈયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે કુંભારવાડા, પીપર ચોક પાસે આવેલા રીક્ષા સ્ટેન્ડના જાહેર શૌચાલય પાછળ અમુક શખ્સો વરલી-મટકાના આંકડા લખી પૈસાની હાર-જીતનો જુગાર રમી રહ્યા છે.

પોલીસ ટીમે બાતમીવાળા સ્થળે ઓચિંતો દરોડો પાડતા જુગાર રમતા પાંચ શખ્સો – ઇમ્તિયાજ યુનુસભાઇ ગોરી, મહેબુબ ઉર્ફે કાળુ કુરેશી, જાફર ઇબ્રાહીમભાઇ મલેક, ઇકબાલ રહિમભાઇ કુરેશી અને જાહિદ જમાલભાઇ મકવાણાની અટકાયત કરી હતી. ઝડપાયેલા આરોપીઓ પાસેથી રૂૂ. 17,190/- ની રોકડ તેમજ વરલી-મટકાના આંકડા લખેલી 9 ચિઠ્ઠીઓ અને બોલપેન મળી કુલ રૂૂ. 17,190નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.આ દરોડા દરમિયાન સિકંદર અવેશભાઇ કટીયા નામનો શખ્સ પોલીસના હાથે લાગ્યો નહોતો, જેને પકડવા માટે તજવીજ શરૂૂ કરવામાં આવી છે. આ સફળ કામગીરીમાં કઈઇના પી.એસ.આઈ. વી.સી.જાડેજા, આર.એ.વાઢેર, પી.ડી.ઝાલા તથા અન્ય સ્ટાફના સભ્યો જોડાયા હતા.