Uncategorized

શહેરમાં ગાબડારાજ: પ્રજાના કલ્યાણ કરતાં ભ્રષ્ટાચારને પ્રાધાન્ય

Published

on

સરકારે પ્રચાર-પ્રસારમાં આંકડાઓની માયાજાળ અને વાહવાહીને બદલે વાસ્તવિકતા પર ભાર મૂકવો જરૂૂરી..

જામનગર શહેર અને જિલ્લાના રસ્તાઓની હાલત દિનપ્રતિદિન વણસતી જાય છે. ભારે વરસાદ બાદ રસ્તાઓ ઉબડખાબડ બની ગયા છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. ગ્રામ્ય વિસ્તારોમાં તો સ્થિતિ વધુ ગંભીર છે. લોકોને સ્વયંભૂ ખાડા પૂરવાની ફરજ પડી છે. શહેરી વિસ્તારોમાં સરકાર દ્વારા માર્ગોની મરામત માટે નાણા ફાળવવાની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ આ નાણાંનો ઉપયોગ કેટલી હદે થશે તે અંગે શંકાઓ વ્યક્ત થઈ રહી છે.


સરકારી તંત્ર દ્વારા પ્રેસ રિલીઝ અને અન્ય માધ્યમો દ્વારા સતત માહિતી આપવામાં આવે છે, પરંતુ આ માહિતીમાં મોટાભાગે કરાયેલી કામગીરીની વાહવાહી અને આંકડાઓની માયાજાળ જોવા મળે છે. વાસ્તવિક સ્થિતિ અને સમસ્યાઓના કાયમી ઉકેલ માટે લેવામાં આવતા પગલાં અંગેની વિગતવાર માહિતી લોકોને મળતી નથી. મેયર, મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા પંચાયતના પ્રમુખો, કલેક્ટરો વગેરેએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા વાસ્તવિક સ્થિતિ જાહેર કરવી જોઈએ અને સમસ્યાઓના કાયમી ઉકેલ માટેના પગલાં અંગેની માહિતી આપવી જોઈએ.


લોકો સરકારી તંત્ર પાસેથી વાસ્તવિક માહિતી અને કાર્યક્ષમ કામગીરીની અપેક્ષા રાખે છે. લોકો સરકારી તંત્રની ઢીલાશ અને ભૂલો સ્વીકારવા તૈયાર છે, પરંતુ તેને છુપાવવાના પ્રયાસો સામે વિરોધ કરે છે. સરકારી તંત્રને લોકોની અપેક્ષાઓને પૂરી કરવા માટે વધુ પારદર્શી અને જવાબદાર બનવું જરૂૂરી છે. વાસ્તવિક સ્થિતિ સ્વીકારવી અને તેના સંદર્ભમાં તત્કાળ પગલાં લેવા, કાયમી ઉકેલ માટેના પગલાં અંગેની વિગતવાર માહિતી લોકોને આપવી અને પ્રચાર-પ્રસારમાં આંકડાઓની માયાજાળ અને વાહવાહીને બદલે વાસ્તવિકતા પર ભાર મૂકવો જરૂૂરી છે.

પ્રશાસનિક અધિકારીઓએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા લોકો સાથે સીધો સંવાદ કરવો જોઈએ. જામનગર શહેર અને જિલ્લાના રસ્તાઓની દયનીય સ્થિતિ પાછળ સરકારી તંત્રનો ભ્રષ્ટાચાર જવાબદાર છે. પ્રજાનાં કલ્યાણ કરતાં ભ્રષ્ટાચારને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. આ સ્થિતિમાં પરિવર્તન લાવવા માટે લોકોએ એક થઈને સરકારને જવાબદાર બનાવવી પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version