Site icon Gujarat Mirror

જામનગર નજીક લાલપુર બાયપાસ પાસે ફ્યુઅલ ભરેલ ટેન્કર પલટતા અફરાતફરી

જામનગર નજીક લાલપુર બાયપાસ ચોકડી પાસે સવારે 11.30 વાગ્યાના અરસામાં જી.જે 27 ટી જી 6905 નંબરના એક ટેન્કરમાં આઈઓસી કંપનીમાંથી ફ્યુલ ભરીને લઈ જવાતું હતું, જે પલટી મારી જતાં તેમાંથી ફ્યુઅલ લીકેજ થવા લાગ્યું હતું.

જે બનાવવાની જાણ થતા સૌપ્રથમ જામનગર મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટુકડી તાબડતો ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ ઉપરાંત પંચકોશી બી. ડિવિઝન પોલીસની મદદ લેવામાં આવી હતી, અને ઉપરોક્ત વિસ્તારનો એક તરફનો વાહન વ્યવહાર બંધ કરાવી દેવાયો હતો. અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવાયો છે. આઈઓસી કંપનીમાંથી તેઓની ટીમ લીકેજ બંધ કરવા માટે દોડતી થઈ છે, અને કોઈ અન્ય આગ અકસ્માતનો બનાવ ન બને તેની પૂરી તકેદારી રાખવામાં આવી રહી છે.

Exit mobile version