ગુજરાત

રેસકોર્સથી જયુબિલી સુધી કાલે 5 કલાક પ્રવેશબંધી

Published

on

તિરંગા યાત્રાના પગલે સવારે 7થી 11.30 વાગ્યા સુધી ટ્રાફિક ડાઈવર્ટ કરાયો


આવતીકાલે રાજકોટમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હોય બહુમાળી ભવન ચોક થી જયુબેલી ચોક સુધી યોજાનારી તિરંગા યાત્રાને લઈને ટ્રાફીક વ્યવસ્થા માટે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ જાહેરનામુ બહાર પાડી તિરંગા યાત્રાના રૂટ ઉપર અને આસપાસના માર્ગો ઉપર સવારે 7 વાગ્યાથી 11.30 કલાક સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધી અને નો પાર્કીંગ જાહેર કર્યું છે અને આ માર્ગો ઉપરથી અવર જવર કરતાં વાહનો માટે પાંચ કલાક સુધી પ્રવેશબંધી સાથે વૈકલ્પીક વ્યવસ્થા ઉભી કરી ટ્રાફીક ડાયવર્ટ કરવામાં આવ્યો છે.
આવતીકાલે સવારે રાજકોટમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હોય આ તિરંગા યાત્રા બહુમાળી ભવન ચોક થી શરૂ થઈ કસ્તુરબા રોડ ઉપરથી પસાર થઈ જયુબેલી ચોક ખાતે પૂર્ણ થશે.

તિરંગા યાત્રામાં મોટા પ્રમાણમાં જાહેરજનતા જોડાવવાની હોય જેથી આ રૂટ ઉપર ટ્રાફીક સમસ્યા સર્જાય નહીં અને તે માટે તિરંગા યાત્રાને ટ્રાફીકનું અવરોધ ન થાય તે હેતુથી સવારે 7 વાગ્યાથી 11.30 કલાક સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશબંધ અને નો પાર્કીંગ જાહેર કરવામાં આવ્યું છે. પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાએ તિરંગા યાત્રાને લઈને જાહેરનામું બહાર પાડયું છે. જેમાં પોલીસ હેડકવાર્ટર સર્કલથી બહુમાળી ભવન ચોક, કસ્તુરબા રોડ, ચૌધરી હાઈસ્કૂલ ચોક, અરવિંદભાઈ મણિયાર હોલથી જયુબેલી ચોક સુધી તમામ વાહનો માટે પ્રવેશબંધ અને નોપાર્કીંગ જાહેર કરવામાં આવ્યું છે. જો કે તિરંગા યાત્રામાં જોડાયેલ અને સરકારી વાહનો સિવાય તમામ વાહનોને પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે.


આ તિરંગા યાત્રાના રૂટ ઉપરથી પસાર થનારા વાહનો માટે વૈકલ્પીક વ્યવસ્થા ઉભી કરી ટ્રાફીક ડાયવર્ટ કરવામાં આવ્યો છે જેમાં પોલીસ હેડકવાર્ટરથી બહુમાળી ભવન ચોક તરફ જવા માટે તમામ પ્રકારનાં વાહનો જુની એનસીસી ચોકથી કિશાનપરા ચોક અને ચિન્નોઈ માર્ગથી ટ્રાફીક શાખા તરફ જઈ શકશે. જ્યારે શ્રોફ રોડથી ટ્રાફીક શાખા અને પોલીસ હેડ કવાર્ટર સર્કલ તરફ ચાણક્ય બિલ્ડીંગ તરફથી આવતાં વાહનો માટે રોડ ડાયવર્ટ કરાયો છે. જ્યારે ફુલછાબ ચોક તરફ જવા માંગતા વાહનો માટે શ્રોફ રોડથી ટ્રાફીક શાખાના સામેના રોડેથી પોલીસ હેડ કવાર્ટર સર્કલ તરફ થઈને જઈ શકશે. જ્યારે સર્કીટહાઉસ ગેઈટ થી ચાણકય બિલ્ડીંગ સુધી વાહનોને પ્રવેશબંધી વખતે ગેલેકસી બિલ્ડીંગથી જિલ્લા પંચાયત તરફનો રોડ ખુલ્લો રાખવામાં આવ્યો છે.


જામટાવરથી ધરમ સિનેમા તરફ વાહનોને પ્રવેશબંધી સાથે આ રૂટ ઉપરનાવાહન ચાલકોને જામટાવર ચોકથી હોસ્પિટલ ચોક ખટારા સ્ટેન્ડથી અવરજવર કરી શકશે. તેમજ પ્ર.નગર પોલીસ સ્ટેશનથી ધરમ સિનેમા તરફનો રોડ બંધ રહેશે ત્યાં જવા માંગતા વાહન ચાલકોને ફુલછાબ ચોકથી અવરજવર કરવાની રહેશે. જ્યારે હોસ્પિટલ ચોકથી ચૌધરી હાઈસ્કૂલ તરફ જવા માંગતા વાહન ચાલકોને હોસ્પિટલ ચોકથી અવરજવર કરી શકાશે. જ્યારે જયુબેલી તરફ જવા માંગતા વાહન ચાલકોને લોટરી બજાર થઈ જઈ શકશે. તેમજ ભાભા ગેસ્ટ હાઉસ ચોકથી જયુબેલી ચોક તરફ જવા માંગતા વાહન ચાલકો પંચનાથ મેઈન રોડ તરફથી અને ઢેબર રોડ વન વેમાંથી અવરજવર કરી શકશે. પારેવડી ચોક તરફથી આવતી એસ.ટી.બસ સ્ટેન્ડ તરફ જવા માંગતા તમામ બસો હોસ્પિટલ ઓવરબ્રીજના સર્વિસ રોડથી ખટારા સ્ટેન્ડ થઈ ઢેબર રોડ ચોકથી એસ.ટી.ડેપો તરફ જઈ શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version