ગુજરાત

મનપાની લાઇબ્રેરીઓમાં સિનિયર સિટિઝન, દિવ્યાંગો થેલેસેમિયાગ્રસ્તોને નિ:શુલ્ક સભ્યપદ

Published

on

પુસ્તક સભ્યપદ આપવાની પ્રથાનુ અમલીકરણ તાત્કાલિક ધોરણે શરૂ કરાવતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2024-25 માટે સ્ટે કમિટી દ્વારા મંજૂર કરવામાં આવેલ બજેટના અનુસંધાને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર દ્વારા ગત સપ્તાહે તમામ લગત શાખાધિકારીઓ સાથે બજેટમાં જાહેર થયેલ યોજનાઓની અમલવારીનાં સ્ટેટસ રીવ્યુ અંગે મીટીંગ કરવામાં આવેલી, જેના ભાગરૂૂપે લાયબ્રેરી વિભાગ અંગે સ્ટે.કમિટી ચેરમેન દ્વારા વિસ્તૃત માહિતી મેળવવામાં આવી હતી.

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત શહેરનાં વિવિધ વિસ્તારોમાં પુસ્તકાલય તથા વાંચનાલય સેવાઓ પૂરી પાડવામાં આવે છે. જેમાં, વોર્ડ નં.7 માં કેનાલ રોડ સ્થિત પ્રભાદેવી જે. નારાયણ પુસ્તકાલય તથા ગાંધી મ્યુઝીયમમાં ગાંધી મ્યુઝીયમ લાઈબ્રેરી, વોર્ડ નં.2 માં શ્રોફ રોડ સ્થિત દતોપંત ઠેંગડી પુસ્તકાલય, વોર્ડ નં.8 માં નાનામવા સર્કલ પાસે મહિલા એક્ટીવીટી સેન્ટરમાં મહિલા વાંચનાલય, વોર્ડ નં.9 માં રૈયા રોડ સ્થિત બાબુભાઈ વૈદ્ય લાઈબ્રેરી, વોર્ડ નં.14 માં જિલ્લા ગાર્ડનમાં આવેલ ડો.બાબા સાહેબ આંબેડકર પુસ્તકાલય તથા વોર્ડ નં.-6 મા ચાણક્ય પુસ્તકાલય, ગોવિંદબાગ શાક માર્કેટ પાસે અને બહેનો તથા બાળકો માટેનાં ફરતા પુસ્તકાલય યુનીટ નં.1 યુનીટ નં.2, હાલ કાર્યરત્ત છે.


રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત લાઇબ્રેરીઓમાં ચાલુ નાણાકીય વર્ષ 2024 -25 અંતર્ગત ઉપરોક્ત સંદર્ભ -1 નો સ્ટે. કમિટીના ઠરાવ તથા સંદર્ભ -2 જનરલ બોર્ડના ઠરાવથી બજેટમા મંજુર કરવામા આવેલ અને જે અંતર્ગત ચેરમેનશ્રી, સ્ટે. કમિટી, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વયસ્ક નાગરીકો( સીનીયર સીટીઝન), દિવ્યાંગો, થેલેસેમિયા તથા જુવેનાઇલ ડાયાબીટીક નાગરીકોને રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત લાઇબ્રેરીઓમા પુસ્તકનુ સભ્યપદ ફ્રી(મફત) આપવાની જાહેરાત કરવામાં આવેલ હોય, જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત લાઈબ્રેરીઓમા સીનીયર સીટીઝન, દિવ્યાંગો, થેલેસેમીયાગ્રસ્ત, જુવેનાઇલ ડાયાબીટીસગ્રસ્તને લાઇબ્રેરીમાં પુસ્તકનુ સભ્યપદ ફ્રીમાં આપવાની પ્રથાનું અમલીકરણ તાત્કાલિક ધોરણે શરૂૂ કરાવવા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે સબંધીત અધિકારીઓને આ મીટીંગમાં સુચનાઓ આપેલ. આ અંગે વિગતવાર માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર એક યાદીમાં જણાવે છે, કે વયસ્ક નાગરીકો(સીનીયર સીટીઝન), દિવ્યાંગો, થેલેસેમિયા તથા જુવેનાઇલ ડાયાબીટીસગ્રસ્તને પુસ્તકના સભ્યપદ માટે ચુકવવા પાત્ર રકમમાં મુક્તિ આપવામાં આવશે, જેમાં સભ્ય થવાનાં અરજીપત્રક માટેની રકમ (પુસ્તક માટે)ની હાલની ફી રૂૂ.5/-માં મુક્તિ, દાખલ ફી (પુસ્તક માટે)ની હાલની ફી રૂૂ.15/- માં મુક્તિ, માસિક લવાજમ એક પુસ્તકની હાલની ફી રૂૂ.8/-માં મુક્તિ તેમજ માસિક લવાજમ બે પુસ્તકની હાલની ફી રૂૂ.12/-માં મુક્તિ આપવામાં આવશે. જેમાં હાલમાં પ્રવર્તમાન અનામત રકમ એક પુસ્તકનાં (રીફંડેબલ) રૂૂ.50/-, અનામત રકમ બે પુસ્તકનાં (રીફંડેબલ) રૂૂ.100/-, અતિદેય (પ્રતિ દિવસ-1 પુસ્તક માટે લેઈટ ફી, નોન-રીફંડેબલ) રૂૂ.1/- મુજબ યથાવત રહેશે. આ ઉપરાંત, નીચે મુજબની શરતો અને નિયમો મુજબ પુસ્તકનુ સભ્ય પદ મેળવવા માટે અરજી પત્રક, દાખલ ફી તથા વાર્ષિક લવાજમ સિવાયની અન્ય રકમ ચુકવવાની રહેશે. આ માટે જરૂૂરી આધાર પુરાવા સાથે નજીકની લાઇબ્રેરીનો રૂૂબરૂૂમાં સંપર્ક કરી મહત્તમ લાભ લેવા અપિલ કરવમાં આવે છે. વિશેષમાં, સ્ટે.કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર દ્વારા આવનારા દિવસોમાં બજેટમાં મંજૂર થયેલ કામોની સમીક્ષા તથા બજેટમાં ઉમેરવામાં આવેલ નવી યોજનાઓના અમલીકરણ માટે લગત અધિકારીઓ સાથે સમયાંતરે બજેટ અન્વયે કરેલ કામગીરી અંગે બેઠક કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version