ગુજરાત

રાજકોટ સહિત ચારેય ઝોનમાં દોઢ વર્ષે FRCના હોદ્દેદારો નિમાયા

Published

on

દરેક ઝોનમાં અધ્યક્ષ અને ચાર સભ્યોની નિમણૂક, ખાનગી સ્કૂલોની ફી નક્કી થવાની વાલીઓમાં જાગેલી આશ

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે દોઢ વર્ષ બાદ રાજ્યના ચારેય ઝોનમાં ફી નિયમન સમિતિ (એફઆરસી)ના નવા હોદ્દેદારોની જાહેરાત કરી છે. દરેક ઝોનમાં એક અધ્યક્ષ અને ચાર સભ્યોની નિમણૂક કરવામાં આવી છે.
ગુજરાત સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ્સ (રેગ્યુલેશન ઓફ ફીઝ) એક્ટ-2017 તથા તે હેઠળ બનાવેલ ગુજરાત સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ્સ (રેગ્યુલેશન ઓફ ફીઝ) રૂૂલ્સ-2017 અનુક્રમે શિક્ષણ વિભાગના તા.20.04.2017 અને તા.25.04.2017ના રોજના જાહેરનામાથી અમલમાં આવેલ છે.


રાજ્ય સરકારે શિક્ષણ વિભાગની અધિસૂચના મુજબ અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત એમ ચાર ઝોન ખાતે ફી નિયમન સમિતિની રચના કરેલ છે. ફી નિયમન સમિતિ- અમદાવાદ ઝોન માટે નીચેના અધ્યક્ષ અને સભ્યો તરીકે આ ઠરાવની તારીખથી 3 વર્ષ સુધી નિમણુંક કરવામાં આવી છે. છેલ્લા દોઢ વર્ષથી એફઆરસીમાં ખાલી જગ્યાઓ ભરતા હવે ખાનગી સ્કુલોની ફી નક્કી થવાની આશા જાગી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version