Site icon Gujarat Mirror

મોરબીમાં મક્કા-મદીનાના વિઝાને નામે રૂા.15 લાખની છેતરપિંડી

ધાર્મિક યાત્રા ઉમરાહ પર જવા ઈચ્છતા નિર્દોષ શ્રદ્ધાળુઓને નિશાન બનાવી લાખો રૂૂપિયા પડાવી લેવાનું મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. મોરબીના એક યુવકે અમદાવાદના રહેવાસી સામે 34 લોકોના વિઝા અને એર ટિકિટના નામે કુલ રૂૂ. 14.89 લાખથી વધુની છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ પર આવેલ ભારતપાન વાળી શેરીમાં લોમ જીવન પાર્કમાં રહેતા સર્ફરાજ આલારાખાભાઈ દલવાણીએ આરોપી મહંમદ જુનેદ મહંમદ યુસુફ શેખ રહે. જુહાપુરા અમદાવાદવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ સને-2022 ની સાલમાં અમદાવાદ એરપોર્ટ ઉપર ફરીયાદીને વિશ્વાસમાં લઇ વિઝા લેવા માટેનું કહી, સને-2025 માં ફરીયાદી પાસેથી કુલ-34 માણસોના વિઝા કરાવા માટેના રૂૂપીયા રૂૂ.-4,65,000/- ફરીયાદી પાસેથી લઈ અમોને સમય સર વિઝા નહીં કરાવી આપી ફરીયાદીને એર ટીકીટના રૂૂ.-10,24,800/- ની નુકશાની કરાવી, ફરીયાદીના ખોટા બનાવટી વિઝાની પી.ડી.એફ. મારા ફોનમાં મોકલી, ફરીયાદી તથા સાથીઓ ઉમરાહ કરી અમદાવાદ એરપોર્ટ ઉપર પરત આવેલ ત્યારે ફોન ઉપર દોઢ લાખ રૂૂપીયા આપી દેજો નહીતર એરપોર્ટની બહાર નહી નીકળી શકો તેવી ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ક્રિકેટ પર સટ્ટો રમતા 4 ઝડપાયા
મોરબીના શનાળા રોડ પર આવેલ એક કોમર્શિયલ કોમ્પ્લેક્સની ઓફિસમાં આઈપીએલ ક્રિકેટ મેચ પર રનફેરનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે ઓફિસમાં બેસીને લાઈવ સ્કોર જોઈ પૈસાની હારજીત કરતા ચાર શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત લાખોનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત મુજબ, શનાળા રોડ પર આવેલા લેન્ડમાર્ક આર્કેડ શોપિંગ સેન્ટરના બીજા માળે ‘શ્રી કૃષ્ણ એન્ટરપ્રાઇઝ’ નામની ઓફિસમાં ક્રિકેટ સટ્ટો રમાતો હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના આધારે સીટી એ ડિવિઝન પોલીસે રેઈડ કરતા ઓફિસ માલિક ઉત્તમ રમેશભાઇ કાવર સહિત હાર્દિક પ્રવિણભાઇ રંગપરીયા, વકીલ હાર્દિક બાબુભાઇ રૂૂપાલા અને ભાવિક ગણેશભાઇ ગોધવીયા નામના શખ્સો આઈપીએલ મેચ પર જુગાર રમતા મળી આવ્યા હતા. તપાસમાં ખુલ્યું હતું કે આરોપીઓએ વિશાલ દેવદાનભાઇ ડાંગર નામના શખ્સ પાસેથી આઈડી મેળવીને આ જુગાર શરૂૂ કર્યો હતો. પોલીસે સ્થળ પરથી રૂૂ. 7,500 રોકડા અને 3 લાખની કિંમતના 5 નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂૂ. 3,07,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ પોલીસે ચાર આરોપીઓની અટકાયત કરી છે અને આઈડી આપનાર અન્ય શખ્સની શોધખોળ શરૂૂ કરી છે.

Exit mobile version