Site icon Gujarat Mirror

વીરપુર ગામની સીમમાં દીપડાનો પડાવ, વાછરડાનું મારણ કરતા ફફડાટ

વીરપુર જલારામ ગામની આહાબાની સીમમાં છેલ્લા ઘણા સમયથી એક દીપડાએ દેખા દેતા ખેડૂતોમા ભયનો માહોલ ફેલાયો છે. વીરપુર ગામની આહાબા સીમ વિસ્તારમાં વાડી ખેતર ભાગ્યું રાખીને વાવેતર કરતા વીરપુર ગામના કિશોરભાઈ શેખ પોતાએ ભાગ્યું રાખેલ ખેતરે વાડીએ – બાંધેલા બે ગાય તેમજ અને વાછરડાં માંથી એક વાછરડાંનું દિપડાએ મારણ કર્યાંનું સામે આવ્યું છે.

વીરપુર આહાબા સીમમાં છેલ્લાં ઘણા સમયથી અવારનવાર ચડી આવતા દીપડાની દહેશત થી ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે આહાબા સીમમાં દિપડાએ ખેડૂતોના વાડી વિસ્તાર માથી ઘણા શ્વાનોનો પણ શિકાર કર્યા છે, ઘણા ખરા ખેડૂતોના પશુઓ પણ ખેડૂતો પોતાની વાડીએ રાખતા હોય છે ત્યારે આ હિંસક દિપડાએ ગત રાત્રીએ કિશોરભાઈ શેખ પોતાની બે ગાય અને એક વાછરડાંને પોતાની ભાગમાં વાવવા રાખેલ વાડીએ બાંધેલ હતા ત્યારે રાત્રીના સમયે એક વાછરડાંનું મારણ કર્યું હતું. ખેડૂત કિશોરભાઈ શેખ પોતાની વાડીએ રાત્રીના બારેક વગ્યાની સુમારે જતા તેમણે ત્યાં જોતા બે ગાયમાંથી એક વાછરડાંનું ત્યાં જોવા ન મળતા કિશોરભાઈએ આજુબાજુના ખેડૂતોને સાથે લઈ તપાસ શરૂૂ કરતા પોતાના ખેતરની આગળ બીડમાં કોઈ વન્ય પ્રાણીએ વાછરડાંનું મારણ કર્યું હોવાનું જણાતાં તેમણે ફોરેસ્ટ વિભગના ફોરેસ્ટ જયાબેન રાઠોડને જાણ કરી હતી.

જેમને લઈને ફોરેસ્ટ જયાબેન રાઠોડે તરતજ વીરપુરની આહાબા સીમમાં આવી તપાસ શરૂૂ કરી હતી, વાછરડાંના શરીરમાં તપાસ કરતા જંગલી જનાવરના પંજા તેમજ નોરની છાપ દીપડાની છે તેવું ફોરેસ્ટ વિભાગના જયાબેન રાઠોડે જણાવ્યું હતું મારણ કરેલા વાછરડાના શરીર ઉપરના નિશાન અને પગલાની છાપ સહીતની માહીતી મેળવીને વાછરડાંના મારણનું પંચરોજકામ કર્યું હતું,આરએફઓ હાર્દિક રતનપરાના માગદર્શન હેઠળ ફોરેસ્ટર જયાબેન રાઠોડે આહાબા સીમમાં આવેલ દીપડાના તાગ મેળવવા કવાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Exit mobile version