Site icon Gujarat Mirror

વિનોદનગર સોસાયટીના મકાનમાં જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

કોઠારીયા મેઈન રોડ વિનોદનગર કવાર્ટરની પાછળ વિનોદનગર સોસાયટીમાં આવેલા મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ભક્તિનગર પોલીસ સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતાં અને તેમની પાસેથી 10 હજારની રોકડ જપ્ત કરાઈ હતી.

ભક્તિનગર પોલીસના પીએસઆઈ જે.જે.ગોહિલ તેમજ કોન્સ્ટેબલ મયુરધ્વજસિંહ જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે બાતમીના આધારે વિનોદનગર સોસાયટીમાં રહેતાં હરેશ બાબુભાઈ પોકરના મકાનમાં દરોડો પાડી જુગાર રમતા હરેશભાઈ પોકર, મુકેશભાઈ રામજીભાઈ ગોસાઈ, પિયુષભાઈ ભુપતભાઈ પરમાર, પ્રવિણભાઈ જશમંત સેખલીયાને ઝડપી લીધા હતાં. મકાન માલીક હરેશભાઈ પોકર ઈમીટેશનનો ધંધાર્થી હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમજ આ જુગારના દરોડામાં ભક્તિનંગર પોલીસે 10 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

Exit mobile version