જામનગરમાં અભિનેતા શિખર પહેરિયા અને અભિનેત્રી જાનવી કપૂરનું આગમન

જામનગર જિલ્લાના મોટી ખાવડી સ્થિત વિશ્વ કક્ષા ની રિલાયન્સ રિફાઇનરી, વનતારા અને રિલાઇન્સ ગ્રીન્સ માં ફિલ્મી કલાકારો , ક્રિકેટરો સહિત ના મહાનુવો સમયાંતરે મુલાકાતે આવતા…

જામનગર જિલ્લાના મોટી ખાવડી સ્થિત વિશ્વ કક્ષા ની રિલાયન્સ રિફાઇનરી, વનતારા અને રિલાઇન્સ ગ્રીન્સ માં ફિલ્મી કલાકારો , ક્રિકેટરો સહિત ના મહાનુવો સમયાંતરે મુલાકાતે આવતા રહે છે.

આજે ફરી એક વખત હિન્દી ફિલ્મ અભિનેત્રી જાનવી કપૂર સાથે શિખર પહેરીયા અને ખુશી કપૂર જામનગર ના મહેમાન બન્યા હતા. તેઓનું આજે બપોરે જામનગરના એરપોર્ટ ઉપર આગમન થયું હતું ત્યાર પછી તેઓ સડક માર્ગે રિલાયન્સ કંપની માં જવા માટે રવાના થયા હતા. અને બપોરે ત્યાં પહોંચ્યા હતા. મળતી માહિતી મુજબ તેઓ આજે રાત્રી રોકાણ પણ કરનાર છે.