Site icon Gujarat Mirror

રાત્રે દારૂ ઢીંચીને ટહેલવા નીકળેલા 20 પીધેલા પકડાયા

Alcoholism among young people - teenager drinking beer

લક્ષ્મીનગર રોડ પર સગીર સહિત ચાર નશાખોર બખેડો કરતાં પોલીસની ઝપટે ચડ્યા

શહેરમાં રાત્રિના સમયે દારૂ ઢીચીને અકસ્માત સર્જતા નબીરાઓને પકડવા રાજકોટ શહેર પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ રાખવામાં આવી હતી. શહેર પોલીસે અલગ અલગ વિસ્તારોમાં ચેકીંગ દરમિયાન કુલ 20 થી વધુ લોકોને પીધેલી હાલતમાં ઝડપી લોકઅપ હવાલે કર્યા હતાં.

વધુ વિગતો મુજબ, પોલીસે પીધેલાઓમાં પકડેલા શખ્સો તરીકે સાત હનુમાન મંદિર પાસે રહેતા દિનેશ રામાભાઈ સાડમીયા, આનંદનગર મેઈન રોડ પર કવાર્ટરમાં રહેતાં કૃનાલ રાજેશભાઈ ક્કકડ, ગોપાલનગર શેરી નં.7માં રહેતા હિમાંશુ રમણીકભાઈ ચિત્રોડા, યુનિવર્સિટી રોડ પુષ્કરધામ એપાર્ટમેન્ટ બી-લીંગ માં રહેતા ભીખુભાઈ નારણભાઈ ઉનેવાળ, 50 ફુટ રોડ પટેલનગર શેરી નં.4માં રહેતા રાહુલ ગોપાલ સોલંકી, હુડકો કવાર્ટર 356 નંબરના કવાર્ટરમાં રહેતા હરિહર ગીરીશભાઈ પંડયા, માયાણી કવાટરમાં રહેતા યોગેશ બીપીનભાઈ કંડોલીયા, વાલ્કેશ્ર્વર સોસાયટી મેઈન રોડ પર રહેતા ગોપાલ ઈશ્ર્વરભાઈ હાજુગીયા, જંગલેશ્ર્વર મેઈન રોડ અંકુર સોસાયટીમાં રહેતા સંજય દેવજીભાઈ સાગઠીયા, સુર્યોદય સોસાયટી જંગલેશ્ર્વરમાં રહેતા જીતેન્દ્ર લલિત સિધ્ધપુરા, ગુરૂપ્રસાદ ચોક ત્રિવેણીનગરમાં રહેતા અભિજીતસિંહ અજીતસિંહ પરમાર, કોઠારીયા મેઈન રોડ કેદારનાથ સોસાયટી શેરી નં.6માં રહેતા પ્રવિણભાઈ મનજીભાઈ સેખલીયા, નાણોદાનગરમાં રહેતા પ્રવિણ ભગવાનજી વડગામા, કોઠારીયા રોડ રણુજા હાઉસીંગ કવાટરમાં રહેતા અંકુર કૈલાસભાઈ ગોસાઈ, કુવાડવા રોડ મહાત્મા ગાંધી પ્લોટ શેરી નં.3માં રહેતા વિજય દિનેશ રાઠોડ, આજી ડેમ ચોકડી પાસે ગુજરાત ટ્રાવેલ્સ વાળી શેરીમાં રહેતા સંજય રમેશભાઈ કાછડીયા, રાજલક્ષ્મી સોસાયટી શેરી નં.2માં રહેતા રણછોડભાઈ લક્ષ્મણભાઈ સુવાગીયા, કોઠારીયા સોલ્વન્ટ પાસે ગુલાબનગરમાં રહેતા રાહુલ મનુભાઈ પરેશા, કોઠારીયા મેઈન રોડ કૈલાસ પાર્કમાં રહેતા મુકેશ નરશીદાસ દાણીધારીયા અને કોઠારીયા રોડ ન્યુ રાધેશ્યામ એવન્યુમાં રહેતા હરેશ જયંતિભાઈ પરસાણાને ઝડપી લેવામાં આવ્યા હતાં. તમામ પ્રોહીબીશન એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.

જ્યારે લક્ષ્મીનગર મેઈન રોડ મહાદેવ વાડી પાસે સાવન વિરેન્દ્રભાઈ ચાવડા દારૂ ઢીંચી તેના મિત્રો શબીર હનીફ લીંગડીયા, સાહિલ રફીક કોઢીંયા અને એક સગીર એમ ત્રણેય મિત્રો સાથે જાહેરમાં ગાળાગાળી તેમજ બખેડો કરતો હોય ચારેયને સકંજામાં લઈ પોલીસે ગુનો નોંધ કાયદાનું ભાન કરાવ્યું હતું. તેમજ ગઈકાલે વાહન ચેકીંગ દરમિયાન પાચેક શખ્સો હથિયાર સાથે પોલીસની ઝપટે ચડી ગયા હોવાનું જાણવા મળ્યું છે.

Exit mobile version