Site icon Gujarat Mirror

સુરેન્દ્રનગર જેલમાં ટોઇલેટમાં ખાડો કરી દાટી રાખેલા ચાર મોબાઇલ પકડાયા

સુરેન્દ્રનગર સબ જેલમાં સબ જેલના સ્ટાફે ચેકિંગ હાથ ધર્યુ હતુ. જેમાં જેલના બેરેક નં. 3માં આવેલ ટોયલેટમાં ખાડો કરીને રાખેલા 4 મોબાઈલ સહિત રૂૂપીયા 1300નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ બનાવની અજાણ્યા કેદી સામે પ્રીઝન એકટની કલમો સાથે એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

સુરેન્દ્રનગર સબ જેલમાં અવારનવાર પ્રતીબંધીત વસ્તુઓ મળી આવે છે. અગાઉ જેલમાં હાથ-પગના મોજાનો દડો બનાવી, સેલોટેપનો દડો બનાવી મોબાઈલ મંગાવ્યાનું તપાસમાં ખુલ્યુ છે. ત્યારે જેલમાંથી વધુ એક વાર મોબાઈલ મળી આવ્યા છે. મળતી માહીતી મુજબ સુરેન્દ્રનગર સબ જેલના જેલર એફ.એસ.મલેક સહિતની ટીમે તા. 2ના રોજ મોડી સાંજે સબ જેલમાં તપાસ હાથ ધરી હતી. જેમાં જેલની બેરેક નં. 3માં આવેલ ટોયલેટમાં ખાડો કરી દાટેલા 3 કીપેડવાળા મોબાઈલ ફોન, 1 એન્ડ્રોઈડ ફોન, 1 ચાર્જર, 1 હેન્ડસ ફરી સહિત રૂૂપીયા 1300નો પ્રતીબંધીત મુદ્દામાલ પકડાયો હતો. આ મોબાઈલ અંગે કેદીઓને પુછતા કોઈએ કાંઈ જવાબ આપ્યો ન હતો. આથી જેલરે અજાણ્યા કેદી સામે એ ડીવીઝન પોલીસ મથકે પ્રીઝન એકટની કલમો મુજબ ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ પીએસઆઈ એચ.એસ.જાડેજા ચલાવી રહ્યા છે.

Exit mobile version