Site icon Gujarat Mirror

જામનગર મનપાના પૂર્વ વિપક્ષી નેતાની હત્યાનો પ્રયાસ કેસમાં કોંગી કોર્પોરેટરની આગોતરા જામીન અરજી રદ

ગત તા. 29/12/2025 નાં રોજ સાંજનાં 7:30 કલાક દરમ્યાન કોર્પોરેટર અને વિરોધપક્ષ ના પૂર્વ નેતા અસલમભાઈ ખીલજી જેમણે તાજેતર માં કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટી માં જોડાયેલ હોય .તેઓ જેએમસી માંથી નીકળી ભીડભંજન મંદીર બાજુમાં પોતાના મોટર સાઈલક પર થી નીકળતા એક ફોર વીલ કાર આવી તેઓની મોટર સાઈકલ ને પાછળ થી ઠોકર મારી પછાડી દીધેલ અને ફોર વીલ કાર માંથી જુનેદ ઉર્ફે પાવડરીયો કે જેના હાથમાં તલવાર હતી તથા ઈસ્તીયાક જેનાં હાથમાં લોખંડ નો પાઈપ હતો તથા સમીર ઉર્ફે ચોટલી જેના હાથમાં લાકડા નો ધોકો હતો તે બધાએ આવીને અસલમભાઈ ખીલજી ને કહેલ કે અમોને કોર્પોરેટર અલ્તાફભાઈ ખફી એ મોકલેલ છે, તું કોર્પોરેટર અલતાફભાઈ ખફી સામે કેમ થાય છે.

તને પતાવી દેવો છે તેમ કહી આવેલા બધા આરોપીઓ અસલમ ખીલજી ને તલવાર, લોખંડ ના પાઈપ અને ધોકા વળે આડેધડ માર મારવા લાગેલ તે દરમ્યાન રાહદારી માણસો માંથી કોઈક એ 108 ને ફોન કરી બોલાવેલ જેથી અસલમ ખીલજી ને સૌ પ્રથમ જામનગર ની જી.જી.હોસ્પીટલમાં પ્રાથમીક સારવાર કરેલ ત્યારબાદ વધુ સારવાર માટે જામનગર ની ખાનગી હોસ્પીટલમાં લઈ ગયેલ તે વખતે તેના ભત્રીજા શાહનવાઝ મોહમદ ખીલજી ને જાણ થતા તેઓ હોસ્પીટલમાં પહોંચેલ અને તેઓએ પો.સ્ટે. જામનગર માં આરોપીઓ જુનેદ ઉર્ફે પાવડરીયો રજાક ચૌહાણ, .સલીમ વલીભાઈ ખીલજી, .ઈસ્તીયાક ઉર્ફે ચોટલી બોદુભાઈ કુરેશી,.હબીબ ખફી, સમીર ઉર્ફે ચોર શકીલભાઈ ચૌહાણ તથા . અલ્તાફભાઈ ખફી વિરુધ્ધ મુજબ ની ફરીયાદ દાખલ કરેલ.

ત્યારબાદ અમુક આરોપીઓ ને પોલીસ દ્વારા ધરપકડ કરી જેલ હવાલે કરેલ તેમજ અલ્તાફભાઈ ગફારભાઈ ખફી દ્વારા જામનગર ની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી અને તેના વકીલ મારફતે એવી રજૂઆત કરવામાં આવેલ કે હાલના આરોપી સમાજમાં આગેવાન અને સામાજીક કાર્યકર છે, 4 ટર્મ થી કોર્પોરેટર છે. તેમજ બનાવ વાળા સ્થળે તેઓ હાજર ન હતા પરંતુ અન્ય જગ્યાએ હતા તેના ફોટોગ્રાફસ મુકેલ અને આ કામનાં ઈજા પામનાર એ અલ્તાફભાઈ ખફી નું રાજકીય કારકીદી નું કદ વધતા તેઓ ઈર્શા થી પ્રેરાઈ ને અલ્તાફભાઈ ખફી કોઈપણ રીતે હાલનાં કેસ માં સંડોવાયેલ ન હોવા છતા તેની રાજકીય કારકીદી ખત્મ કરી નાખવા માટે ઈજા પામનાર અસલમભાઈ ખીલજી દ્વારા તેની ખોટી રીતે સંડોવણી કરેલ છે. તેથી તેને આગોતરા જામીન ઉપર મુક્ત કરવા જોઈએ.

તેની સામે સરકાર પક્ષે સરકારી વકીલ રાજેશ કે. વસીયર દ્વારા એવી રજૂઆત કરેલ કે, આ સમગ્ર કાવતરુ અલ્તાફભાઈ ખફી દ્વારા કરવામાં આવેલ છે, અસલમભાઈ ખીલજી ને મલ્ટીપલ ફેકચર કરવામાં આવેલ છે અને આરોપીઓ દ્વારા જાહેર સ્થળ ઉપર કોઈપણ જાતનાં ભય વગર ઈજા પામનાર ને જાન થી મારી નાખવાનો પ્રયત્ન કરેલ છે. તેમજ અસલમભાઈ ખીલજી ઉપર હુમલો કલાક 19:45 વાગ્યા આસપાસ થયેલ તે પહેલા 19:40 વાગ્યે આરોપી જુનેદ અને અલ્તાફભાઈ ખફી દ્વારા વોટએપ કોલ દ્વારા વાત ચીત થયેલ હતી. અને અલ્તાફભાઈ ખફી વિરુધ્ધ અગાઉ પણ 5 જેટલા ગુન્હા નોંધાયેલ હતા. તેમજ અલ્તાફભાઈ ખફી દ્વારા ગુજરાત હાઈકોર્ટ માંથી પણ કવોશીંગ પીટીશન વિથડ્રો કરેલ છે. જે તમામ દલીલો ઘ્યાને લઈ સેશન્સ જજ વિ.પી.અગ્રવાલ દ્વારા કોર્પોરેટર અલ્તાફભાઈ ખફી ની આગોતરા જામીન અરજી રદ કરેલ છે. ઉપરોકત કેસમાં સરકાર તરફે સરકારી વકીલ રાજેશ કે. વસીયર તથા મુળ ફરીયાદી તરફે હર્ષદ એમ. ભટ રોકાયેલ હતા તેમજ સમગ્ર જામીન અરજી ડી.જી.પી જમનકુમાર ભંડેરી નાં માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવી હતી.

Exit mobile version