ગુજરાત

ઢેબર કોલોનીમાં 20 દિવસ પૂર્વે થયેલી હત્યાના આરોપીઓના ચાર મકાનો સળગાવી દેવાયા

Published

on

8 આરોપીઓ સામે બે અલગ અલગ ગુના નોંધાયા: એકની ધરપકડ, 7ની શોધખોળ

ઢેબર કોલોનીમાં આવેલ નારાયણનગરમાં 20 દિવસ પૂર્વે થયેલ હત્યાના બનાવનો ખાર રાખી હત્યાનો ભોગ બનનાર પરિવારના સભ્યોએ હત્યાના આરોપીઓના ચાર ઘરમાં ઘૂસી 60 હજારની ચોરી કરી. ઘર સળગાવી નાખી, સામાનમાં તોડફોડ કર્યાના બનાવમાં ભક્તિનગર પોલીસે બે ગુના નોંધી આંઠ શખ્સો સામે ગુનો નોંધી એક ધરપકડ કરી અન્યની 7ની શોધખોળ હાથ ધરી છે.


ઢેબર કોલોનીમાં આવલે નારાયણનગરમાં રહેતા રેખાબેન મનસુખભાઇ ચુડાસમાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ભાદા દુલાભાઇ સોલંકી, મુકેશ ભાદા સોલંકી, ભાદાનો ભત્રીજો ધ્રુવ, ગોવિંદ હોઠારો, ગોવિંદની માતા, ચંદુનો પુત્ર સન્ની, વિજય રામદાસ, મહેશ રામદાસ સહિતના નામો આપ્યા હતા. રેખાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે સાથે ગઈ તા.27-8ના રોજ પરિવાર સાથે વતન ધોકળવા ગામે ગયા હતા ત્યારે અમારા દુકાનના ભાડુઆત અફઝલભાઇનો ફોન આવ્યો હતો અને તમારા મકાનનો દરવાજો ખુલ્લો હતો.

ઘરમાં તોડફોડ કરતા હોય તેવો અવાજ આવતો હતો અને થોડીવાર બાદ મકાનમાંથી ભાદા દુલા સોલંકી, મુકેશ સોલંકી સહિતના બહાર નીકળ્યા હતા બાદમાં તમારી પાડોશમાં રહેતા માવજીભાઇના મકાનમાં પણ તોડફોડ કરી હતી હતી અને મકાનમાં આગ ચાંપી દીધાનું જણાવતા બે દિવસથી વરસાદ આવતો હોય પહોંચી શકયા નહોતા. બાદમાં આવી તપાસ કરતા મકાનમાં કબાટમાંથી ચાંદીના સાંકળા અને કેસીનો પાર્ટીના બે મોટા બેન્ઝા સહિત રૂૂપિયા 60 હજારની મતા ચોરી કરી અને મકાનમાં તોડફોડ કરી આગ લગાડી દીધી હતી.

આ બનાવનું કારણ અંગે રેખાબેને જણાવ્યું કે, તારીખ12ના રોજ તેના ભાઇ પ્રકાશભાઇ સોલંકી સહિતનાએ પાડોશી સુરેશભાઇ દુલાભાઇ સોલંકી સાથે માથાકૂટ થઇ હતી જેમાં ગંભીર રીતે ઘવાયેલા સુરેશભાઇનું મોત નીપજતા હત્યાના ગુનામાં ભાઇ સહિત જેલમાં હોય અને રેખાબેન સહિતના પરિવારજનો વતન ગયા હતા તે દરમિયાન આરોપીઓએ હત્યાનો ખાર રાખી આ કૃત્ય કર્યું હતું. આ મામલે ભક્તિનગર પોલીસે બે અલગ અલગગુના નોંધી પીઆઈ એમ એમ સરવૈયા, નીલેશભાઈ મકવાણા સહિતે ધ્રુવને ઝડપી લઇ અન્ય 7 ની શોધખોળ શરુ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version