મોરબીના ફડસર ગામેથી 5.41 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

ફડસર ગામની સીમમાં આવેલ ખરાબમાં એક ઇસમેં ઈંગ્લીશ દારૂૂનો જથ્થો છુપાવી રાખ્યો હતો અને સગેવગે કરે તે પૂર્વે પોલીસ ટીમે રેડ કરી ખરાબામાં છુપાવી રાખેલ…

ફડસર ગામની સીમમાં આવેલ ખરાબમાં એક ઇસમેં ઈંગ્લીશ દારૂૂનો જથ્થો છુપાવી રાખ્યો હતો અને સગેવગે કરે તે પૂર્વે પોલીસ ટીમે રેડ કરી ખરાબામાં છુપાવી રાખેલ 5 લાખથી વધુનો 1164 બોટલ દારૂૂનો જથ્થો ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ફડસર ગામની સીમમાં આરોપી કરણ ભરત કુંભારવાડિયાએ ખેતર સામે આવેલ ખરાબામાં ઈંગ્લીશ દારૂૂનો જથ્થો છુપાવી રાક્યો છે અને દારૂૂનો જથ્થો સગેવગે કરવાની પેરવી કરતો હોવાની બાતમી મળી હતી બાતમીને પગલે તાલુકા પોલીસ ટીમે રેડ કરી હતી સીમમાં આવેલ ખરાબામાંથી ઈંગ્લીશ દારૂૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલ નંગ 1164 કીમત રૂૂ 5,41,260 નો મુદામાલ કબજે લીધો છે આરોપી કરણ ભરતભાઈ કુંભારવાડિયા રહે ફડસર તા. મોરબી વાળો હાજર મળી આવ્યો ના હતો જેથી ટીમે આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.