જેતપુરમાં ટ્રેક્ટરની ટ્રોલીમાં ચોરખાના બનાવી સંતાડેલો 2.65 લાખનો દારૂ ઝડપાયો

રાજકોટ ગ્રામ્ય પોલીસે જેતપુરમાં ટ્રેક્ટરની ટ્રોલીમાં બનાવેલા ગુપ્ત ખાનામાંથી લાખો રૂૂપિયાનો વિદેશી દારૂૂ ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે…

રાજકોટ ગ્રામ્ય પોલીસે જેતપુરમાં ટ્રેક્ટરની ટ્રોલીમાં બનાવેલા ગુપ્ત ખાનામાંથી લાખો રૂૂપિયાનો વિદેશી દારૂૂ ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે કુલ રૂ. 8.75 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

બાતમીના આધારે LCBની ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન, ટ્રોલીની બનાવટ શંકાસ્પદ જણાતા પોલીસે તેની ઝીણવટભરી તપાસ કરી. ટ્રોલીના નીચેના ભાગે ખાસ તૈયાર કરાયેલા ગુપ્ત ખાનામાંથી અલગ-અલગ બ્રાન્ડની કુલ 1,708 વિદેશી દારૂૂની બોટલો મળી આવી, જેની અંદાજિત કિંમત રૂૂ. 2,65,800 છે.

પોલીસે સ્થળ પરથી બાબુલાલ કેવળારામ સોલંકી (રહે. સાંચોર, રાજસ્થાન), રાજ કાળુભાઈ ગોહેલ (રહે. નવાગઢ, જેતપુર) અને સાગર ચનાભાઈ પરમાર (રહે. દાસીજીવણપરા, જેતપુર) ને ઝડપી લીધા છે. જ્યારે પદમાંરામ ઉર્ફે ગોપાલ (રહે. સાંચોર, જાલોર) અને હરેશ રવજીભાઈ મકવાણા (રહે. નવાગઢ, જેતપુર) ફરાર હોવાનું સામે આવ્યું છે.

પોલીસે દારૂૂનો જથ્થો, ટ્રેક્ટર-ટ્રોલી અને એક મોબાઈલ મળી કુલ રૂૂ. 8,75,800 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ અંગે જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. હરેશ રવજીભાઈ મકવાણા સામે અગાઉ 6 ગુનાઓ, સાગર ચનાભાઈ પરમાર સામે 7 ગુનાઓ અને રાજ કાળુભાઈ ગોહેલ સામે 1 ગુનો નોંધાયેલો હોવાનું પોલીસે જણાવ્યું છે.