Site icon Gujarat Mirror

ત્રણ બેકરીમાંથી કેકના નમૂના લેતું ફૂડ વિભાગ

રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ચુનારાવાડ ચોક થી અમુલ સર્કલ- ભાવનગર રોડ તથા પ્રેમ મંદિર સામે હોકર્સ ઝોન- કાલાવડ રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 35 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 18 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવેલ. તેમજ ખાધ્યચીજોના કુલ 12 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ છે. જ્યારે ત્રણ બેકરીમાંથી કેકના નમુના લેવામાં આવ્યા છે.

(01)મુરલીધર ડીલક્સ પાન કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)હિંગળાજ પાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)ચામુંડા પાન કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04)સંતોષ પાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)રાજ શીંગ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)ગાત્રાળ કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (07)શિવમ કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (08)ગાત્રાળ ડીલકસ પાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (09)જયશ્રી ખોડિયાર નાસ્તા સેન્ટર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (10)રાધે શ્યામ લચ્છી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (11)ચામુંડા દાળ પકવાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (12)દ્વારકાધીશ સેન્ડવીચ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (13)ચામુંડા મસાલા મેગી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (14)ચામુંડા મકાઇ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (15)જીયા ફાસ્ટફૂડ (16)બોમ્બે બાઇટ્સ -લાઇસન્સને મેળવવા બાબતે સૂચના (18)AND કટક બટક -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.

આ સિવાય તથા ગમારા પાન, શક્તિ ટી સ્ટોલ, અમુલ પાર્લર, બાલાજી છોલે ભટુરે, શક્તિ ફાસ્ટફૂડ, બાલાજી દાળપકવાન, ચામુંડા લચ્છી, ઝેનીશ ખીચું, શિવ છોલે ભટુરે, દિલખુશ છોલે ભટુરે, શિવમ ઢોસા, બાલાજી સાઉથ ઇન્ડિયન, રુચિત ફેન્સી ઢોસા, પ્રયોશા ફાસ્ટફૂડ, MD સેન્ડવિચ, OM ચાઇનીઝ અને હરિકૃષ્ણ દાળપકવાનની ચકાસણી કરવામાં આવેલ. જ્યારે ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ રાજકોટ બેકરી 11 રણછોડનગર સોસાયટી, શાળા નં. 15 સામેથી લુઝ બ્લેક ફોરેસ્ટ કેકના, મારુતિબેકરી, બાલક હનુમાન મંદિર સામે, પેડક રોડમાંથીચોકો આલ્મંડ કેક અને ઈઝ્ઝી બેકરી, રાજકોટ નાગરિક બેન્ક સામે ડિલક્સ ચોક પાસે ભાવનગર રોડમાંથી ચોકલેટ ટ્રાકલ કેકના નમુના લઈ લેબોરટરીમાં મોકલાયા છે.

Exit mobile version