Site icon Gujarat Mirror

કચ્છમાંથી વધુ રૂા.1.08 કરોડનો દારૂ પકડાયો

સોયાબીનની આડમાં દારૂ છૂપાવ્યો હતો, કચ્છમાં 15 દિવસમાં SMCએ 15 કરોડનો દારૂ ઝડપ્યો

અંજારના વરસાણા નજીક એક હોટેલના પ્રાંગણમાંથી રાજ્ય સ્તરની એસ.એમ.સી.ની ટીમે રૂૂા. 2.06 કરોડનો દારૂૂ થોડા દિવસ પહેલાં જ પકડી પાડયો હતો. તેવામાં ભચાઉના વોંધ નજીક મીઠાના વિસ્તારમાંથી રૂૂા. 1,01,08,800નો અંગ્રેજી દારૂૂ આ એસ.એમ.સી.એ ઝડપી પાડતા સ્થાનીક પોલીસમાં સોંપો પડી ગયો હતો. કટીંગ થતી વેળાએ દારૂૂ પકડાયા બાદ હવે કોની જવાબદારી બેસાડાશે અને કોની વિકેટ પડશે તે પ્રશ્ન છે. સમગ્ર કચ્છમાં છેલ્લા પંદરેક દિવસમાં રાજ્ય સ્તરની એસ. એમ.સી.ની ટીમે 15 કરોડનો દારૂૂ પકડી પાડીને સ્થાનીક પોલીસને ઉઘાડી પાડી દીધી છે. આ આટલો દારૂૂ તો પકડાય છે ત્યારે પ્યાસીઓની માંગને પહોંચી વળવા આવતો કેટલો હશે તે મોટો પ્રશ્ન છે.

વરસાણા નજીક આશાપુરા હોટેલના પ્રાંગણમાંથી એસ.એમ. સી.એ 2.06 કરોડનો ઝડપી પાડયો હતો. બાદમાં પધ્ધર નજીકથી ચાર કરોડનો શરાબ ઝડપાયો હતો તેવામાં ભચાઉ તાલુકાના વોંધ નજીકથી એક કરોડનો દારૂૂ પકડાયો છે. વોંધ ગામ નજીક મીઠાના અગરો બાજુ ઘુસી ગયેલી ટ્રકનો રાજ્ય સ્તરની એસ.એમ.સી.ની ટીમે પીછો કર્યો હતો અને ગારામાં ખુંપી ગયેલી આ ટ્રકમાંથી શરાબ જપ્ત કરાયો હતો. સોયાબીનની થેલીઓની આડમાં અહીં દારૂૂ લઇ અવાયો હતો જ્યાં ટ્રક ખુંપી ગઇ હતી ત્યાં સોયાબીનની અમુક થેલીઓ ઉતારી લેવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. આ વાહનમાંથી રૂૂા. 1,01,08,800ની 7080 બોટલ દારૂૂ પોલીસે હસ્તગત કર્યો હતો.

આ સફળ દરોડામાં સત શખ્સોના નામ પ્રાથમિક રીતે બહાર આવ્યા હતા જેમાં દારૂૂ મંગાવનાર તરીકે ભચાઉના અશોકસિંહ ઉર્ફે મામા બાલુભા જાડેજા, અર્જુનસિંહ અશોકસિંહ જાડેજા, લેવા આવનાર તરીકે ભચાઉનો ભગીરથસિંહ દુર્ગાસિંહ જાડેજા શિવમસિંહ જાડેજાનું નામ બહાર આવ્યું હતું જ્યારે ક્ધટેઇનર ટ્રકનો માલિક, લઇ આવનાર ટ્રકચાલક, દારૂૂ મોકલનારનું નામ બહાર આવ્યું નહોતું. એસ.એમ.સી.ની આ કાર્યવાહી દરમ્યાન એકેય આરોપી હાથમાં આવ્યા નથી.

બુટલેગરોએ ટ્રક આગળ જી.જે. 12-બી.વી. 8573નું સ્ટીકર ચોટાડયું હતું. વાહનના ચેસીસ નંબરના આધારે તપાસ કરાતાં તેના સાચા નંબર એમ.પી. 09 એચ.એચ. 4298 હોવાનું બહાર આવ્યું હતું તથા વાહનની કેબિનમાંથી આ નંબરની પ્લેટ પણ જપ્ત કરવામાં આવી હતી. અશોકસિંહ નામના શખ્સ સામે અગાઉ 8, ભગીરથસિંહ સામે ત્રણ અને ધર્મેન્દ્રસિંહ ઉર્ફે શિવમસિંહ સામે અગાઉ દારૂૂ સંબંધી ચાર ગુના નોંધાયેલા છે. આ શખ્સો અગાઉ પણ આવા પ્રકારના જથ્થા મંગાવી ગુનાહિત ઇતિહાસ ધરાવતા બુટલેગર છે. આ તમામને પકડી પાડવા આગળની કવાયત હાથ ધરાઇ છે.

Exit mobile version