મનપા સંચાલિત શાળાનું ધો.10નું પરિણામ 70.88%

સરોજીની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલનું 100 ટકા પરિણામ : વીર સાવરકર વિદ્યાલયનું સૌથી ઓછું પરિણામ 31.43 ટકા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ…

સરોજીની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલનું 100 ટકા પરિણામ : વીર સાવરકર વિદ્યાલયનું સૌથી ઓછું પરિણામ 31.43 ટકા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત હાઇસ્કુલનું ધોરણ 10 નું પરિણામ પણ જાહેર થઈ ચૂક્યું છે જેમાં સરોજીની નાયડુ ગર્લ્સ હાઇસ્કુલ નું પરિણામ 100 ટકા, પીએન્ડટીવી શેઠ હાઈસ્કૂલ નું પરિણામ 88.23%, મુરલીધર વિદ્યાલય નું પરિણામ 60.60%, એકનાથ રાનડેનુ પરિણામ 61.11 ટકા, વીર સાવરકર વિદ્યાલયનું 31.43% અને મહારાણી લક્ષ્મીબાઈ ક્ધયા વિદ્યાલયનું 83.77% પરિણામ આવ્યું છે. આજે વિગતો મળી રહી છે.

તેમાં સરોજની નાયડુ ગર્લ્સ હાઇસ્કુલ માં એકસો દસ પરીક્ષા આપી જેમાંથી 110 પાસ થઈ ચૂક્યા છે. બીજી તરફ પીએન્ડટી વી શેઠ હાઈસ્કૂલમાં 34 વિદ્યાર્થીઓએ પરીક્ષા પી જેમાંથી 30 પાસ અને ચાર નાપાસ થયા છે. 80% થી વધુ પર્સન્ટાઈલ મેળવનાર પરીક્ષાર્થીઓની વાત કરવામાં આવે તો સરોજની નાયડુ ગર્લ્સ હાઇસ્કૂલમાં 66, પીએન્ડટીવી શેઠ હાઈસ્કૂલના 17, અને એકનાથ રાનડે વિદ્યાલયના બે વિદ્યાર્થીઓ ને 80% ઉપર આવ્યા છે જ્યારે મહારાણી લક્ષ્મીબાઈ ક્ધયા વિદ્યાલયના ચાર વિદ્યાર્થીઓ ને એસી પર્સન્ટાઇલથી ઉપર આવ્યા છે.ગત 2025 ની સરખામણી કરવામાં આવે તો મહાનગરપાલિકા સંચાલિત 6 હાઈસ્કૂલમાં પરિણામ સરેરાશ ઓછું આવ્યું છે. સરોજની નાયડુ ગર્લ્સ હાઇસ્કુલ માં ચાર વિદ્યાર્થીનીઓને 100 માંથી 100 ગુણ અને 23 વિદ્યાર્થીઓને 90% થી વધુ આવ્યા છે અને ગત વર્ષની સરખામણીમાં પરિણામમાં બે ટકાનો વધારો પણ થયો છે.

પી. એન્ડ. ટીવી શેઠ હાઈસ્કૂલની વાત કરવામાં આવે તો 90 % થી વધુ આવેલા હોય તેવા ત્રણ વિદ્યાર્થીઓ નોંધાયા છે. મુરલીધર વિદ્યાલય નું પરિણામ ગત વર્ષની સરખામણીમાં 12.12 ટકા વધુ. એકનાથ રાનડે વિદ્યાલયનું પરિણામ દસ વર્ષ કરતા 9.98% વધુ આવ્યું છે. જ્યારે વીર સાવરકર વિદ્યાલયનું પરિણામ ગત વરસ કરતા 9.21% વધુ નોંધાયું છે. અંતમાં વાત કરવામાં આવે મહારાણી લક્ષ્મીબાઈ ક્ધયા વિદ્યાલય ની તો ગત વર્ષની સરખામણીમાં 5.61 ટકા પરિણામ આવ્યું છે અને અહીંની ચાર વિદ્યાર્થીનીઓને 90% થી વધુ આવ્યા છે.