ગુજરાત

કોમર્સિયલની વધુ પાંચ મિલ્કત સીલ, 22.81 લાખની વસૂલાત

Published

on

રહેણાકનું 1 નળજોડાણ કટ, એકને જપ્તીની નોટિસ

મનપાના વેરાવિભાગ દ્વારા મિલ્કતવેરાનો ટાર્ગેટ પુરો કરવા આજે ત્રણેય ઝોનમાં રિકવરી ઝુંબેશ હાથ ધરી વધુ 5 મિલ્કત સીલ કરી એક રહેણાકનું નળ જોડાણ કાપી એક આસામીને જપ્તીની નોટીસ ફટકારી સ્થળ ઉપર રૂા. 22.81 લાખની વેરાવસુલાત કરી હતી.


નાણાવટી ચોકમાં જસલ કોમ્પ્લેક્ષમાં ફર્સ્ટ ફ્લોર પર શોપ નં-155 થી 158 ને નોટીસ સામે રિકવરી રૂૂ.6.28 લાખ, પરાબજાર મેઈન રોડ પર દવે વ્યાસ એસ હાઉસ ની સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ. 9.00 લાખ, ઢેબર રોડ પર એસ.ટી બસ સ્ટેન્ડમાં સેક્ધડ ફ્લોર પર ઓફીસ નં-7 સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.54,518, ઢેબર રોડ પર એસ.ટી બસ સ્ટેન્ડમાં સેક્ધડ ફ્લોર પર ઓફીસ નં-6 સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.54,008., કાલાવડ મેઈન રોડ પર નુતનનગરમાં નીરવ ના નળ-કનેક્શન કપાત સામે રિકવરી રૂૂ.99,816, 150 ફીટ રીંગરોડ પર ઈમ્પીરીયલ હાઈટ્સમાં થર્ડ ફ્લોર ઓફીસ નં-307 સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.91,770, કે.કે.વી હોલની બાજુમાં શિલ્પન આર્કેડ સેક્ધડ ફ્લોર શોપ નં-201 સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.1.23 લાખ રિકવરી કરી હતી.


આ કામગીરી નાયબ કમિશ્નર સી.કે.નંદાણી તથા આસી.કમિશ્નર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ, સિદ્ધાર્થ પંડ્યા ,ભાવેશ પુરોહિત,વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા,ફાલ્ગુની કલ્યાણી, ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરશ્રીઓ દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version