ગુજરાત

ખંભાળિયામાં બોગસ દસ્તાવેજમાં સંડોવાયેલ પાંચ આરોપી ઝડપાયા

Published

on

ખંભાળિયા શહેરમાં દ્વારકા ગેઈટ વિસ્તારમાં આવેલા સંતોષી માતાજીના મંદિરની જમીન પર બોગસ દસ્તાવેજ વિગેરે દ્વારા કેટલાક તત્વો દ્વારા આચરવામાં આવેલા દબાણ સામે પોલીસ તંત્રએ તાકીદની કાર્યવાહી કરી અને આ પ્રકરણમાં પાંચ આરોપીઓ સામે ગુનો નોંધી, સંડોવાયેલા આરોપીઓને દબોચી લીધા હતા. આટલું નહી, સંતોષી માતાજીના મંદિર નજીકનું આ દબાણ પણ ખુલ્લું કરવામાં આવ્યું છે. આ સમગ્ર બાબતને ખંભાળિયાના મૂળ વતની અને રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ આવકારી છે.

ખંભાળિયામાં દ્વારકા ગેઈટ પાસે વર્ષો જૂનું સંતોષી માતાજીનું મંદિર આવેલું છે. જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે જાય છે. ત્યારે આ મંદિરને રાજાશાહીના વખતમાં સાંપળેલી જગ્યાના બોગસ દસ્તાવેજ બનાવીને કેટલાક શખ્સો દ્વારા વારસાઈ એન્ટ્રી તેમજ ઉતરોતર દસ્તાવેજ દ્વારા દબાણ કરવાની તજવીજ કરાઇ હતી. જે અંગે નોંધાવાયેલી પોલીસ ફરિયાદ બાદ આ મુદ્દે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા ખાસ લક્ષ્ય કેળવી અને તાકીદ ની કાર્યવાહી કરી ગુનો નોંધી ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા.

આ પછી પોલીસ દ્વારા સંતોષી માતાના મંદિરે જવાના રસ્તા ઉપર વિધર્મીઓ દ્વારા કરવામાં આવેલા આ દબાણને દૂર કરાવવામાં આવ્યું છે.ખંભાળિયા ટાઉન વિસ્તારમાં આવેલા સંતોષી માતાના મંદિર નજીક આવેલ જમીન ઉપર વિધર્મીઓ દ્વારા જમીન જામ સાહેબના વર્ષ 1920 ની સાલના લેખ આધારે ખોટા નામનો દસ્તાવેજ બનાવી લઈ વિધર્મી ઈસમો દ્વારા જમીનનો કબજો કરાયા બાદ આ મંદિરે જતા શ્રદ્ધાળુઓને અડચણરૂૂપ થાય તે રીતે દબાણ કરવામાં આવ્યું હતું. આ બાબતે ખંભાળિયા પોલીસ સ્ટેશન ખાતે વિધર્મીઓ વિરુદ્ધ બનાવટી દસ્તાવેજ બનાવવા અંગેનો ગુનો દાખલ કરી, તાત્કાલિક ત્રણ આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કરાયા બાદ આ જગ્યાને ખુલ્લી કરવામાં આવી છે.જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની ટીમ દ્વારા જિલ્લા કલેકટર કચેરીને સાથે રાખીને કરવામાં આવેલી આ કાર્યવાહીથી ગેરકાયદેસર દબાણકર્તા વિધર્મીઓમાં ભારે દોડધામ મચી જવા પામી છે. જે બાબતને ખંભાળિયાના મૂળ વતની અને રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ આવકારી, આ કામગીરીને બિરદાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version