Site icon Gujarat Mirror

અમદાવાદમાં પ્રથમ વખત એરો સ્પોર્ટસ કાર્નિવલ


અમદાવાદ શહેરમાં આજથી 15 ડિસેમ્બર દરમિયાન પ્રથમ વાર એક એવો એરો સ્પોર્ટસ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં અમદાવાદીઓને થશે અનોખો અનુભવ થશે. અમદાવાદમાં ત્રણ દિવસીય ઈવેન્ટમાં ટેથર્ડ હોટ એર બલૂન રાઇડ્સ અને એર મોડેલિંગ ડિસ્પ્લે સહિતની રોમાંચક એક્ટિવિટી કરવામાં આવશે. તમામ ઉંમરનાં લોકો આ ઈવેન્ટમાં ભાગ લઈ શકે તે માટે અહી એરો સ્પોર્ટ્સ એક્ટિવિટી સાથે કાર્નિવલમાં નાઇટ ગ્લો શો, કિડ્સ ઝોન, ફ્લી માર્કેટ અને ફૂડ સ્ટોલ પણ હશે.


સંગીત પ્રેમીઓ દરરોજ લાઇવ કોન્સર્ટ અને ડીજે પરફોર્મન્સ પણ રાખવામાં આવ્યા છે.
નાઇટ ગ્લો હોટ એર બલૂન શો કાર્નિવલમાં મુખ્ય આકર્ષણોમાંનું એક રહેશે, જેમાં રાત્રિના આકાશને પ્રકાશિત કરતા ફુગ્ગાઓ ફોટોગ્રાફી માટે યોગ્ય જાદુઈ વાતાવરણ બનશે. ફુગ્ગાઓ 100 ફૂટની ઉંચાઈએ ચડશે જેમાં વાઇબ્રન્ટ રંગો, પ્રિન્ટ અને સ્લોગન જોવા મળશે. તમામ પ્રવૃતિઓ ઉૠઈઅ માન્ય પાયલોટ અને નિષ્ણાતોની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવશે.


વર્ષના અંત પહેલાં અમદાવાદમાં યોજાનાર આ ઈવેન્ટ એક ઐતિહાસિક ક્ષણ બની રહેશે. અહીં સાહસ, મનોરંજન અને લેસર શોનું આયોજન કરવામાં આવશે. જેને લઈને તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. જ્યારે એડવાન્સ બુકિંગ પણ થઈ ચૂક્યું છે. નાઇટ ગ્લો હોટ એર બલૂન શો કાર્નિવલમાં મુખ્ય આકર્ષણોમાંનું એક રહેશે, જેમાં રાત્રિના આકાશને પ્રકાશિત કરતા ફુગ્ગાઓ ફોટોગ્રાફી માટે યોગ્ય જાદુઈ વાતાવરણ બનશે. ફુગ્ગાઓ 100 ફૂટની ઉંચાઈએ ચડશે જેમાં વાઇબ્રન્ટ રંગો, પ્રિન્ટ અને સ્લોગન જોવા મળશે. તમામ પ્રવૃતિઓ ઉૠઈઅ માન્ય પાયલોટ અને નિષ્ણાતોની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવશે.

Exit mobile version