બગસરાના મારૂતિનગરમાં પાણીની સમસ્યા હલ નહીં થતાં ચીફ ઓફિસર-પ્રમુખને ઘેરાવ

બગસરા નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણ માં મારુતિ નગર શેરી નંબર 2 માં છેલ્લા પાંચ વર્ષથી પાણી અનિયમિત આવવાના લીધે અનેક વખત સદસ્યને રજૂઆત કરવામાં આવી…

બગસરા નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણ માં મારુતિ નગર શેરી નંબર 2 માં છેલ્લા પાંચ વર્ષથી પાણી અનિયમિત આવવાના લીધે અનેક વખત સદસ્યને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ સદસ્યો દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવતા અંતે અહીં રહેતા રહીશો દ્વારા પાલિકા પ્રમુખને તેમજ ચીફ ઓફિસર ને રજૂઆત કરવામાં આવી કે છેલ્લા પાંચ વર્ષથી પાણી અનિયમિત આવવા ના લીધે અહીં રહેતા રહીશોને ભયંકર હાલાકી નો સામનો કરવો પડે છે જ્યારે હાલમાં રોડ રસ્તા ના કામગીરી ચાલુ હોવાથી છેલ્લા દોઢ મહિનાથી મીઠું પાણી પણ આવતું નથી જેના લીધે લોકોને પાણી માટે વલખા મારવા પડે છે .

જ્યારે હાલમાં જે રોડ રસ્તા ના કામો ચાલી રહ્યા છે તેમાં પણ લોટ પાણીને લાકડા જેવા કામ કરવામાં આવી રહ્યા છે જેના લીધે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે જ્યારે આ બાબતે રજૂઆત કરતા પાલિકા પ્રમુખે તમારો પ્રશ્ન થોડા સમયમાં હલ થઈ જશે તેવા જવાબ આપેલ હતો પરંતુ આવી રીતે ઘણી વખત આવા જ જવાબ મળવાના લીધે લોકો દ્વારા જોવા પ્રશ્ન સોલ નહીં થાય તો ઉપર સુધી રજૂઆત કરીશું તેમ જ ઉગ્ર આંદોલન પણ કરીશું તેવું કહેવામાં આવ્યું હતું જ્યારે અહીંના રહીશોને પૂછતા તેમણે જણાવ્યું કે અમારે ઘણા સમયથી આ પ્રશ્ન નું નિવાર નિવારણ આવતું ન હોવાના કારણે અંતે અમે લોકો એ પાલિકા પ્રમુખ ને ચેતવણી આપી હતી કે તત્કાલ અમારો પ્રશ્ન સોલ્વ નહિ થાય તો ઉગ્ર આંદોલન કરીશું.