ગુજરાત

ધ્રાંગધ્રામાં કુદરતી હાજતે ગયેલા યુવાન પર ફાયરિંગ

Published

on

ધ્રાંગધ્રા તાલુકાના હરિપર રોડ ઉપર રહેતા યુવક ઉપર બુધવારે મોડી રાત્રે કુદરતી હાજતે જતા સમયે પાછળથી કોઇ અજાણ્યા શખ્સે ફાયરીંગ કરી ગંભીર ઇજા પહોંચાડતા દોડધામ મચી ગઇ છે.


બીજી તરફ ઇજાગ્રસ્ત યુવકને કોઇ સાથે વેરઝેર નહીં હોવા છતાંય અંધારામાં એક રાઉન્ડ ફાયરીંગની ઘટનાથી અનેક તર્કવિતર્ક સેવાઇ રહયા છે. ફાયરીંગ થયેલ ઘટનાવાળી જગ્યાએ સીસીટીવી કેમેરા નહીં હોવાના કારણે પોલીસે ટેકનીકલ અને હ્યુમન સોર્સના આધારે આરોપીની શોધખોળ તેમજ વધુ તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર ધ્રાંગધ્રાના હરિપર રોડ ઉપર નર્મદા પાણીના એરવાલ્વ નજીક રહેતા શાહરૂૂખ ફતેમહમદભાઇ કાજેડીયા રાત્રે ગામમાંથી આંટો મારી ઘેર આવ્યા બાદ કુદરતી હાજતે ગયા હતા. ત્યાં ગયા બાદ પરત ફરતા સમયે અંધારામાં કોઇ અજાણ્યા શખ્સે પાછળથી ફાયરીંગ કરી ગંભીર ઇજા પહોચાડી હતી. ગોળી વાગતાની સાથે જ યુવક ત્યાં ઢળી પડયો હતો અને બેભાન થઇ ગયો હતો. બેભાન અવસ્થામાં યુવકને તાત્કાલિક તેનો ભાઇ સલમાન અને પ્રહલાદભાઇ બંને ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા.


આ ઘટનાની જાણ થતાની સાથે જ ધ્રાંગધ્રા સિટી પીઆઇએમ. યુ. મસી સહિતનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. ત્યાંથી યુવકને ગંભીર હાલતમાં તાત્કાલિક અમદાવાદ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
યુવક ભાનમાં આવ્યા બાદ પોલીસે પ્રાથમિક પુછપરછ કરતા તેને કોઇની પણ સાથે વેરઝેર કે અદાવત નહીં હોવાનું જણાવતા પોલીસ પણ મુંઝવણમાં મુકાઇ છે કે ફાયરીંગ કોણે અને શા માટે કર્યુ હશે. હાલ ઘટનાના આરોપીની એલસીબી, એસઓજી અને ધ્રાંગધ્રા સિટી પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version