મહિલા ક્રિકેટરે મુંબઈના બિઝનેસમેનને સેક્સટોર્શનમાં ફસાવી 63 લાખ પડાવ્યા

જમ્મુ-કાશ્મીરની નેશનલ પ્લેયર ફારખાંદા ખાન સહિત 3ની ધરપકડ સાઉથ બોમ્બેના એક બિઝનેસમેનને પોતાની પ્રેમજાળમાં ફસાવીને એક મહિલા ક્રિકેટરે તેની પાસેથી તબ્બલ 63 લાખ પડાવ્યા હોવાની…

જમ્મુ-કાશ્મીરની નેશનલ પ્લેયર ફારખાંદા ખાન સહિત 3ની ધરપકડ

સાઉથ બોમ્બેના એક બિઝનેસમેનને પોતાની પ્રેમજાળમાં ફસાવીને એક મહિલા ક્રિકેટરે તેની પાસેથી તબ્બલ 63 લાખ પડાવ્યા હોવાની સનસનાટીભરી ખબર સામે આવી રહી છે. સેક્સટોર્શન અને ગેરવસૂલીને લગતા આ કેસમાં જે મહિલા ક્રિકેટરની વાત કરી રહ્યા છીએ તેનું નામ ફારખાંદા ખાન છે. ફારખાંદા ખાન જમ્મુ-કાશ્મીરની નેશનલ લેવલ પર રમનારી પ્લેયર છે.

મુંબઈ પોલીસ દ્વારા ફારખાંદા ખાનની સાથે તેના ભાઈ બાઝીઝ અઝીઝ ખાનની અને અન્ય એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. ફારખાંદા અને તેના ભાઈની ધરપકડ દિલ્હીની એક હોટલમાંથી અને ઇમ્તિયાઝ વાનીને શ્રીનગરથી દબોચી લેવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી ફારખાંદા ડીએલટી, અંકુર વિહાર, દિલ્હી એનસીઆરની રહેવાસી છે જ્યારે ઇમ્તિયાઝ વાની જમ્મુ અને કાશ્મીરના ખાલાપુરમાં રહે છે. આરોપી બાઝિલ ખાન જમ્મુ અને કાશ્મીરના નૂરખાવ ગામનો રહેવાસી છે.
સાઉથ બોમ્બેના કોલાબાના રહેવાસી અને 28 વર્ષીય ઉદ્યોગપતિ વર્ષ 2024માં થોડા સમય માટે વેસ્ટર્ન સબર્બ્સમાં રહેવા માટે આવ્યા હતા.

આ બિઝનેસમેન અને ફારખાંદા ખાન એકબીજાને ઘણા સમયથી ઓળખતા હતા. સમય જતાં આ બંને વચ્ચે નિકટતા વધી હતી. વર્ષ 2024માં જ આ મહિલા ક્રિકેટરે બિઝનેસમેન પાસેથી પૈસાની માંગણી કરી હતી પરંતુ ઉદ્યોગપતિએ તે રકમ આપવાની મનાઈ કરી ત્યારે ફારખાંદા ખાને ધાકધમકી કરી હતી. બિઝનેસમેન પાસેથી પૈસા પડાવવા માટે ફારખાંદાએ તે બંનેની મોબાઇલ ચેટ લીક કરવાની ધમકી આપી હતી. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર આ જ બાબતથી ડરીને બિઝનેસમેને શરૂૂઆતમાં 23 લાખ રૂૂપિયા અને ત્યારપછી 40 લાખ રૂૂપિયા ફારખાંદાને આપ્યા હતા. 30 એપ્રિલ, 2024 અને 13 જાન્યુઆરી, 2026ની વચ્ચે કુલ 32 બઁક ટ્રાન્ઝેક્શન થયા હતા.