ગુજરાત

મોરબી રોડ પર રાજેશ ઓઇલ મિલમાં ટ્રક રિવર્સ લેતા પુત્રની નજર સામે પિતાનું મોત

Published

on


ટ્રકના તોતિંગ વ્હિલ શરીર પર ફરી વળતા વૃદ્ધ કચડાઇ મર્યા: ચાલક સામે નોંધાતો ગુનો


શહેરના મોરબી રોડ પર રાજેશ ઓઇલ મીલમાં મગફળીની ફોતરી ઉતારવા આવેલા ટ્રકના ચાલકે રિવર્સ લેતા પાછળ વૃધ્ધને ચગડી નાખતા તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજયું હતું.
અકસ્માતને પગલે ટ્રકના ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. મળતી વિગત મુજબ મુળ તાલીમનાડુના વતની અને હાલ જુના મોરબી રોડ રાજેશ ઓઇલ મીલમાં કામ કરતા અને ત્યાંજ રહેતા સોમકુમાર મુરૂગન નાદર (પટેલ) (ઉ.વ.30)એ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓના પરિવાર આ રાજેશ ઓઇલ મીલમાં કામ કરે છે. તેમના પિતા મુરૂગન પરમાનંદ (ઉ.વ.63) પણ ત્યાં બોઇલરમાં ભઠ્ઠીકામ કરતા હતા. ગઇકાલે બપોરના સમયે પરિવારજનો ત્યાં કામ કરતા હતા ત્યારે એક ટ્રક જે ગોડાઉનમાં મગફળીની ફોતરી ઉતારવા આવ્યો ત્યારે ટ્રક રિવર્સ લઇ અંદર બાજુ આવતો હતો ત્યારે ટ્રકના ચાલકે મુરૂગનભાઇને કચડી નાખતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજયું હતું. મુરૂગનભાઇને ચાર પુત્ર અને એક પુત્રી છે. આ ઘટનાથી પરિવારમાં શોક છવાયો હતો.
જયારે બીજા બનાવમાં મોરબી રોડ ઓવર બ્રીજ પાસે ઉત્સવ સોસાયટીમાં રહેતા કેસુભાઇ ખોડાભાઇ ભેસાણીયા (ઉ.વ.63) નામના વૃધ્ધ બ્રિજ ઓળંગી સામેની બાજુ પેટ્રોલ પંપે જતા હતા ત્યારે ટ્રકના ચાલકે વૃધ્ધને કચડી નાખતા તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજયું હતું. આ અંગે ચાલક મોહન ભીમસિંહ માવી સામે ગુનો નોંધી તેમને સકંજામાં લેવા તજવીજ શરૂ કરાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version