Site icon Gujarat Mirror

છોટુનગરમાં બાળકોના પ્રશ્ર્ને કૌટુંબિક પરિવાર વચ્ચે બઘડાટી: બેને ઈજા

શહેરમાં હનુમાન મઢી પાસે આવેલા છોટુનગરમાં બાળકોના પ્રશ્ર્ને બે કૌટુંબીક પરિવાર વચ્ચે મારામારી થઈ હતી. જેમાં બન્ને પક્ષે સામસામે યુવક અને પરિણીતાને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રૈયા રોડ પર આવેલા છોટુનગરમાં રહેતાં રજની દશરથભાઈ કોળી નામનો 18 વર્ષનો યુવાન સંધ્યા ટાંણે પોતાના ઘર પાસે હતો ત્યારે તેના મામા દશરથ સહિતના શખ્સોએ છરી વડે હુમલો કરી માર માર્યો હતો. જ્યાં વળતા પ્રહારમાં નિશાબેન દશરથભાઈ રાફુચા નામની 25 વર્ષની પરિણીતા ઉપર ગોવિંદ દશરથ, રજની અને આશાબેન સહિતના શખ્સોએ પાઈપ વડે માર માર્યો હતો. સામસામે મારામારીમાં ઘવાયેલા યુવક અને પરિણીતાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં.

પ્રાથમિક પુછપરછમાં મારામારી કરનાર બન્ને પરિવારો વચ્ચે કૌટુંબીક સંબંધ છે અને બાળકોના પ્રશ્ર્ને થયેલી બોલાચાલીમાં મારામારી થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version