Site icon Gujarat Mirror

મનહર પુર પાસે સ્કોર્પિયો જોઇને ચલાવવાનુ કહેતા રિક્ષાચાલકને બે શખ્સોએ માર માર્યો

જામનગર રોડ શિવશક્તિ સોસાયટીમાં રહેતા રાજેશભાઇ ભરતભાઇ વાવેસા (કોળી)(ઉ.વ.35)પોતાની રીક્ષા લઇ ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે સ્કોર્પિયોના ચાલક પીપળીયા ગામના સંજય સોલંકી અને તેની સાથેના શખ્સ સાથે વાહન સરખું ચલાવવાનું કહેતા બંનેએ રાજેશભાઈને મારમાર્યો હતો.આ અંગે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.

રાજેશભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગત તા.21/12ના રોજ સાંજના હુ મારી રીક્ષા લઈને માધાપર ચોકડીયેથી મારા ઘરે જ તો હતો ત્યારે જામનગર રોડ મનહરપુર દ્વારીકાધીશ પેટ્રોલ પંપની સામે આવેલ મામા સાહેબના ખીજડા પાસે પહોચતા એક સ્કોરપીયો ચાલક પાછળથી આવેલો અને મારી રીક્ષામા ટકકર મારતા મે મારી રીક્ષા ઉભી રાખી દીધેલી હતી અને ગાડી જોઈને ચલાવવાનુ કહેતા,આ સ્કોર્પીયો ચાલક ગાડીમાથી ઉતરીને મારી પાસે આવેલો મને કહેલ કે તને રીક્ષા ચલાવતા આવડતુ નથી એમ કહીને મારી સાથે બોલાચાલી ઝગડો કરવા લાગેલો હતો અને મને ગાળો આપવા લાગેલો જેથી મે ગાળો બોલવાની ના પાડતા આ સ્કોર્પીયો ચાલક તથા તેની સાથે બીજો એક માણસ એમ બંને મને ગાળો આપવા લાગેલા અને બંને સાથે મળીને મને શરીરે ઢીકાપાટુનો માર મારવા લાગેલા હતા.

બાદમા ત્યા લોકોના ટોળા એકઠા થવા લાગતા આ બંને જતા જતા મને જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્યાથી જતા રહેલા હતા.બાદમા આ બનાવમા મને શરીરે ગળાના ભાગે તથા જમણા હા થના ભાગે મુંઢ ઈજાઓ થયેલી હતી. જેથી મે આ બનાવ બાબતે મારા મીત્ર નરેંદ્રસિંહ ગોહીલનાઓને જાણ કરતા તેઓ આવી જતા તેમની બાઈકમાં સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમા લઇ ગયા હતા.આ અંગે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.

Exit mobile version