ગુજરાત

મોરબી જિલ્લામાં સ્કૂલ વાહનોનું વ્યાપક ચેકિંગ, 13 વાહનો ડિટેન

Published

on

નિયમોના ભંગ બદલ 33 ચાલકોને રૂા.38000નો દંડ

મોરબી જિલ્લા પોલીસ દ્વારા તા.5 થી 10 ઓગસ્ટ દરમિયાન સ્કુલ વાન સ્પેશીયલ વાહન ચેકિંગ ડ્રાઇવ રાખવામાં આવી હતી. આ ડ્રાઇવ દરમ્યાન મોરબી જીલ્લામાં ચાલતા સ્કુલ વાહનો જેમાં પ્રાઇવેટ પાર્સિંગ/પરમીટ/ફિટનેસ ટેસ્ટ સર્ટીફિકેટ/ફર્સ્ટ એઇડ કીટ/ફાયર એક્સટિંગ્વિશર/ લાયસન્સની ચકાસણી કરવા અને ટ્રાફિક નિયમો તથા આર.ટી.ઓ.ના નિયમોનું ઉલ્લઘન કરતા સ્કુલ વાન વિરૂૂધ્ધ નિયમોનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ડ્રાઇવ દરમ્યાન જુદા જુદા પોઇન્ટ ઉપર સરપ્રાઇઝ વાહન ચેકિંગ કરી ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો વિરૂૂધ્ધ મોરબી જીલ્લા પોલીસ દ્રારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ વેળાએ મોરબી આર.ટી.ઓના કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ પણ સાથે જોડાયેલ હતા.


આ દરમ્યાન કુલ-630 સ્કુલ વાન ચેક કરવામાં આવ્યા હતા. ટ્રાફિક નિયમોનું ભંગ કરતા કુલ-33 સ્કુલ વાહન સમાધાન શુલ્ક પાવતીઓ આપવામાં આવેલ હતી. ટ્રાફિક નિયમોનું ભંગ કરતા વાહન ચાલકોનવા રૂૂ. 38000/-નો દંડ કરવામાં આવેલ હતો. આ સ્કુલ વાન ચાલકો સામે એમ.વી.એક્ટ 207 મુજબ કુલ 13 સ્કુલ વાહનો ડીટેઇન કરવામાં આવ્યા હતા.


તેમજ સ્કુલ વાન ચાલકોના ડ્રાઇવરોને ટ્રાફિક નિયમો તથા આર.ટી.ઓ.ના નિયમો પાલન કરવા અવેરનેશ કાર્યક્રમ કરી જરૂૂરી સૂચના તથા માર્ગદર્શન આપવામાં આવ્યુ. શાળા સંચાલકોને પણ રોડ સેફટી બાબતે પ્રાદેશીક વાહન વ્યવહાર કમિશનર તરફથી તથા જીલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તરફથી આપવામાં આવેલ સુચના તથા પરીપત્રનુ પાલન કરવા સમજ આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version