ગુજરાત

આખરે મેઘરાજા ધીમા પડ્યા; જિલ્લામાં અડધાથી દોઢ ઇંચ વરસાદ

Published

on

આજે સંભવિત ચક્રવાત સાથેના વાવાઝોડાની તૈયારીના ભાગરૂૂપે વહીવટી તંત્ર સંપૂર્ણપણે સુસજ્જ

જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ધીંગી મેઘસવારી જોવા મળી રહી છે, પરંતુ તેમાં આજે થોડી બ્રેક લાગી છે, અને મેઘરાજા ધીમા પડ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન સમગ્ર જિલ્લામાં અડધા થી દોઢ ઇંચ વરસાદ પડયો છે. જોકે પડાણા અને મોટા ખડબામાં ત્રણેય વરસાદ પડી ગયો છે. સાથે સાથે પ્રતિ કલાકના 40 થી 50 કિ.મી ની ઝડપે તોફાની પવન પણ ફૂકાઈ રહયો છે. આજે તોફાની ચકરા વાતને લઈને વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે.


જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાએ રૌદ્ર સ્વરૂૂપ ધારણ કર્યું હતું, અને ધીંગી મેઘસવારી જોવા મળી હતી. સમગ્ર જિલ્લાના તમામ ડેમ ફરી છલકાયા હતા, અને કેટલાક જળાશયોમાંથી વિપુલ માત્રામાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જે મેઘ સવારી થંભી છે. અને મેઘરાજા ધીમા પડ્યા છે. લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. મોટાભાગના શહેર તથા અન્ય નીચાણવાળા વિસ્તારોમાંથી પૂરના પાણી ઓસરી ગયા હોવાથી પણ લોકો રાહત અનુભવી રહ્યા છે, અને રાહત શિબિરમાંથી પોતાના ઘર તરફ વળ્યા છે. અને સાફ-સફાઈના કાર્યમાં લાગી ગયા છે.


ગઈકાલે સવારે 6.00 વાગ્યાથી આજે સવારે 6.00 વાગ્યા સુધી ના 24 કલાકના સમયગાળા દરમિયાન જામનગર શહેરમાં વધુ 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. જયારે જોડિયામાં પણ દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. તે જ રીતે ધ્રોલમાં- કાલાવડ- લાલપુર અને જામજોધપુરમાં અડધા થી 1 ઇંચ વરસાદ નોંધાયો છે.


વરસાદની સાથે સાથે પવનની તીવ્રતામાં વધારો થયો છે, અને પ્રતિ કલાકના 40 થી 50 કિ.મી ઝડપે પવન ફૂંકાયો છે. હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે ચક્રાવાતી પવન ફુકાવાની આગાહી કરવામાં આવી હકોવાથી જામનગર જિલ્લા નું વહીવટી તંત્ર સજાગ બન્યું છે. સાથે સાથે લોકોને પણ સલામત સ્થળે સચેત રહેવા સૂચનાઓ આપવામાં આવી રહી છે.


તરસાઈ ગામમાં 74 લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયા
પોરબંદરના રાણાવાવ તાલુકાના ફોદારા ડેમ પર પાણીનું સ્તર વધી જવાના કારણે જામજોધપુર તાલુકાના તરસાઈ ગામમાં મધ્યરાત્રિના સમયે પૂરની વિકટ સ્થિતિ સર્જાઈ હતી. આ પૂરના કારણે ગામના નીચાણવાળા વિસ્તારો અને વાડી વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં 74 લોકો ફસાયા હતા.


જામજોધપુર તાલુકા પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને આ તમામ લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આ તમામ લોકોને તરસાઈ ક્ધયા પ્રાથમિક શાળામાં આશ્રય આપવામાં આવ્યો છે. તાલુકા પોલીસ તંત્ર દ્વારા પણ ફૂડ પેકેટ, પાણીની બોટલ અને દવાઓ પૂરી પાડવામાં આવી છે.


વિજતાર પર ફસાયેલા વૃક્ષની ડાળી દૂર કરાઇ
જામનગર શહેરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂૂપ જોવા મળ્યું છે. તેમાં સૌથી વધુ કસોટી વિજ તંત્રની થઈ છે. અનેક સ્થળો પર ઝાડની ડાળીઓ પડવાના કારણે અથવા તો ભારે પવનને લઈને વીજવાયરો તૂટ્યા છે, ત્યારે એક ઝાડની ડાળી સુભાષ બ્રિજ પાસેથી પસાર થતા વિજ તારમાં અટવાઈ પડી હતી. જેને દૂર કરવા માટે વિજ તંત્રના કાબીલેદાદ કર્મીઓ દ્વારા સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. પાણી ધસમસતા પાણીના પ્રવાહમાં બકેટમાં લટકીને ઝાડ ની ડાળી ને દૂર કરી લીધી હતી.


ભારે વરસાદ બાદ પીજીવી સીએલનું તંત્ર કામગીરીમાં જોડાયું
જામનગર જિલ્લામાં થયેલા અચાનક ભારે વરસાદને પગલે જિલ્લાના તમામ તાલુકાઓમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. આ અચાનક બનેલી પરિસ્થિતિમાં પીજીવીસીએલનું તંત્ર તાત્કાલિક કામગીરીમાં જોડાયું છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદને કારણે વીજ પોલ તૂટી પડવા, ટ્રાન્સફોર્મર બળી જવા જેવી ઘટનાઓ બની હતી. જેના કારણે હજારો ગ્રાહકો વીજળી વિહોણા બની ગયા હતા. આ સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખીને પીજીવીસીએલના કર્મચારીઓએ રાત્રિના અંધારામાં પણ મરમ્મત કાર્ય શરૂૂ કર્યું છે. પીજીવીસીએલના એક્ઝિક્યુટિવ એન્જિનિયરએ જણાવ્યું હતું કે, અમે આવી કટોકટીની પરિસ્થિતિ માટે સંપૂર્ણપણે તૈયાર છીએ. અમારા તમામ કર્મચારીઓને આપાતકાલીન કામગીરી માટે તૈનાત કરવામાં આવ્યા છે. અમે શક્ય તેટલી જલ્દી વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.


અવિભાજ્ય સ્કૂલ પાસે દિવાલ ધસી પડી
જામનગર શહેરમાં આવેલી અવિભાજ્ય સ્કૂલ પાસે આવેલું પ્રખ્યાત નીકલકંઠ મહાદેવ મંદિરની બાજુની દિવાલ આજે (તારીખ) સવારના સમયે અચાનક ધસી પડી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, દિવાલ ધસી પડવાનું કારણ જર્જરિત હાલત હોવું હોઈ શકે છે. આ ઘટના બાદ સ્થાનિક લોકો અને મંદિરના પુજારીઓ દોડી આવ્યા હતા. તાત્કાલિક ધોરણે પોલીસ અને પાલિકાના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી.


વરસાદે સર્જી તર્જી
છેલ્લા પાંચ દિવસથી જામનગર શહેરમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો હતો. આ ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જોકે, આજે વરસાદે વિરામ લીધા બાદ પણ શહેરમાં સ્થિતિ ગંભીર જોવા મળી રહી છે. ડૂબી ગયેલા વિસ્તારોમાં ભરાયેલા પાણી હજુ પણ ઓસરી રહ્યા છે. વ્હોરા હજીરા, ઘાંચી ખડકી, પટેલ પાર્ક, રણજીત સાગર રોડ પર નો કિર્તી પાન જેવા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે અનેક ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોના ઘરવખરીને ભારે નુકસાન થયું છે. આ વિસ્તારોમાં પાણી ઉતરતા સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version