આંતરરાષ્ટ્રીય

યુક્રેન યુદ્ધમાં તાનાશાહ દેશ ઉ.કોરિયાની એન્ટ્રી, રશિયાની મદદ માટે મોકલશે લશ્કર

Published

on

અમેરિકા, દક્ષિણ કોરિયા સહિતના દેશોનો વિરોધ

હવે ઉત્તર કોરિયાએ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં પ્રવેશ કર્યો છે. ઉત્તર કોરિયા રશિયા સાથે મળીને લડવા માટે યુક્રેનમાં સૈનિકો મોકલશે. પ્યોંગયાંગ પુન:નિર્માણ કાર્ય હાથ ધરવા માટે યુક્રેનના કબજા હેઠળના વિસ્તારોમાં તેના લશ્કરી એન્જિનિયરિંગ એકમો મોકલવાની યોજના બનાવી છે. આ સૈનિકો રશિયન સેના માટે પુનર્નિર્માણ અને અન્ય સહાયક કામગીરીમાં રશિયાને મદદ કરશે.


બીજી તરફ ઉત્તર કોરિયા દ્વારા યુક્રેનમાં સૈનિકો મોકલવા પર અમેરિકી સંરક્ષણ મંત્રાલયે તીખી પ્રતિક્રિયા આપી છે. પેન્ટાગોને કહ્યું કે જો ઉત્તર કોરિયાના સૈનિકો યુક્રેનમાં રશિયાની મદદ કરશે તો તેઓ નતોપનો ચારોથ બની જશે. તાજેતરમાં ઉત્તર કોરિયા અને રશિયા વચ્ચે સુરક્ષા કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ અંતર્ગત કેટલાક કોરિયન એકમો યુક્રેન જવા માટે તૈયાર છે.


પેન્ટાગોન પ્રેસ સેક્રેટરી મેજર જનરલ પેટ રાયડરે મંગળવારે જણાવ્યું હતું કે તેઓ વિચારે છે કે જો તેઓ ઉત્તર કોરિયાના લશ્કરનું સંચાલન કરતા હોય, તો તેઓ યુક્રેન સામે ગેરકાયદેસર યુદ્ધમાં તોપનો ચારો બનવા માટે સૈનિકો મોકલવા અંગેની તેમની પસંદગીઓ પર સવાલ ઉઠાવશે.


દક્ષિણ કોરિયાના એક સરકારી અધિકારીને ટાંકીને દક્ષિણ કોરિયાના મીડિયા અનુસાર, ઉત્તર કોરિયા આગામી મહિને પુન:નિર્માણ કાર્ય માટે અધિકૃત યુક્રેનમાં બાંધકામ અને એન્જિનિયરિંગ યુનિટને મોકલવાની યોજના બનાવી રહ્યું છે.આ મહિનાની શરૂૂઆતમાં, રશિયા અને ઉત્તર કોરિયાએ એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જો બીજા પર હુમલો કરવામાં આવે તો એકબીજાને લશ્કરી સહાય પૂરી પાડવા માટે સંમત થયા હતા.


યુએસ અને જાપાન સહિતના દેશોએ આ પગલાની નિંદા કરી હતી, દક્ષિણ કોરિયાએ કહ્યું હતું કે તે પરિણામે યુક્રેનને શસ્ત્રો મોકલવાનું વિચારી રહ્યું છે. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ આ કરારને તેમના દેશની સુરક્ષા માટે ખતરો ગણાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version