ગુજરાત

અદાણીને ખટાવવા રાજકોટના આંતરરાષ્ટ્રીય એરપોર્ટને ગળેટૂંપો

Published

on


રાજકોટના આંતરરાષ્ટ્રીય હિરાસર એરપોર્ટ સાથે સરકાર દ્વારા ઓરમાયુ વર્તનકરવામા આવી રહ્યું છે. અમદાવાદ એરપોર્ટનું સંચાલન અદાણીને આપતા તેને નુક્શાન ન જાય તે માટે રાજકોટના આંતરરાષ્ટ્રીય એરપોર્ટને ઈન્ટરનેશનલ કનેક્શન અપાતુ નથી. અને રાજકોટ એરપોર્ટના વિકાસને ગળેટુંપો દેવામાં આવે છે. તેવા આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવતા નવા તર્ક વિતર્ક સર્જાયા છે.


કોંગ્રેસ આક્ષેપ કરતા કહ્યું હતું કે, રૂૂ.1400 કરોડના પ્રજાના ટેક્ષના પૈસા ખર્ચીને ભાજપના મધ્યપ્રદેશના એક મોટા નેતાઓના મળતિયાઓને ઈન્ટરનેશનલ એરપોર્ટનો કોન્ટ્રાક્ટ આપી ખટાવી દેવામા આવ્યા પરંતુ સૌરાષ્ટ્રની જનતાને ઈન્ટરનેશનલ કક્ષાનુ એરપોર્ટ મળ્યુ નહી અને સુવિધાઓ ડોમેસ્ટિક એરપોર્ટ જેટલી પણ નથી અને કરોડોના ખર્ચ પછી ભ્રષ્ટાચારની સાક્ષી પુરતુ થોડા સમય પહેલાં સામાન્ય વરસાદમા કેનોપીનુ ડોમ ધરાશાયી થયુ હતુ આ ગંભીર બેદરકારી બાબતે પણ હજુ શુધી તંત્ર દ્વાર કોઈ સામે પગલાઓ ભરવામા આવ્યા નથી.ચુંટણીઓમા મત લેવાની લાલચમા વડાપ્રધાનશ્રીના હસ્તે ઉતાવળે લોકાર્પણ કરી ભાજપના નેતાઓ જેને ઉર્જા નુ પાવરહાઉસ કહ્યુ હતુ તે કરોડો રૂૂપિયા ભ્રષ્ટાચારનુ કેન્દ્રહાઉસ બન્યુ છે.


એરપોર્ટ ઓથોરિટીએ એ જ વાતનો સ્વીકાર કર્યો છે કે ઈન્ટરનેશનલ કક્ષાની સુવિધાઓતો ઠીક ડોમેસ્ટિક ફ્લાઇટની સેવામા પણ અનેક ક્ષતિઓ રહેલી છે ત્યારે રાજકોટનુ રેસકોર્સ સ્થિત જુનુ એરપોર્ટ સમગ્ર સૌરાષ્ટ્ર સાથે બસ ટ્રેન વ્યવહાર સાથે જોડાયેલુ અને જનતાને અનુકુળ હતુ ત્યારે ઈન્ટરનેશનલ એરપોર્ટના નામે અબજો આંધણ બાદ લોકો ને 36 કીમી દુર ધક્કા ખાવાના ટ્રાફિક ટ્રાન્સપોર્ટ સહીતની સમસ્યાઓનો સામનો કરવો પડે છે ત્યારે ભાજપની માનસિકતા પ્રજાને જે કરવુ હોય તે કરે પણ આપણે આપણો ફાયદા જોવોનો,અંગત મળતિયાઓને ફાયદો પહોચાડી કમલમ કાર્યાલયો માલામાલ થવા જોઈએ આજ ભાજપની નિતીરીતી રહી છે.


અમદાવાદ સ્થિત રહેલ અદાણી એરપોર્ટને કોઇ જાતનુ નુકશાન ના પહોંચે માટે રાજકોટ એરપોર્ટને ઇન્ટરનેશનલ ફ્લાઇટોનું કનેક્શન જાણી જોઈને અપાતુ નથી એ હવે પ્રજાએ સમજવુ પડશે અને ખોબલે ખોબલે મતોથી ચુંટાયેલા ભાજપના ધારાસભ્યો,સંસદસભ્યો પાસે જવાબ માંગવો પડશે અને તેમને કહેવુ પડશે કે પક્ષને અને તેના મળતિયાઓ ને જે લાભો અપાવો છો તે સારી સુવિધાઓના લાભ પ્રજાને કયારે અપાવશો ? ક્યાંક રાજકોટના જૂના એરપોર્ટની અબજોની કીમંતની જમીનો પોતાના મળતિયાઓને ખટાવવા જલ્દીથી એરપોર્ટનુ સ્થળાંતર નથી કર્યું ને તેવા વેધક સવાલોકોંગ્રેસના લીગલસેલના ચેરમેન અશોકસિંહ વાઘેલા,પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂત અને પ્રદેશ અગ્રણી સુરેશ બથવારે ઉભા કરી આકરા પ્રહારો કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version