Site icon Gujarat Mirror

રાજકોટ સહિત દેશના છ રાજ્યોમાં ઈડીના દરોડા

કેન્દ્ર સરકારની નોકરીઓની લાલચ આપી નકલી સર્ટીફિકેટના ગોરખ ધંધા કરતી સિન્ડીકેટ ઉપર સિકંજો કસાયો

રાજકોટ સહીત દેશના 6 રાજ્યો અને 15 શહેરોમાં આજે ઈડીએ દરોડા પાડયા છે. કેન્દ્ર સરકારની નોકરીની લાલચ આપી નકલી નિમણુંક પત્રો અફાપી બેરોજગાર યુવાનો પાસેથી કરોડો રૂૂપિયા ઉધરાવવામાં આવ્યાનું તપાસમાં ખુલ્યું છે. સરકારી નોકરી અપાવવાના નામે ચાલી રહેલા કૌભાંડને લઈને એક ટોળકીએ આ કૌભાંડ આચર્યું હોવાનું પણ સામે આવ્યું છે.

મળતી વિગતો મુજબ ભારતીય રેલવે અને 40 અન્ય સરકારી વિભાગોમાં ભરતીના નામે આ કૌભાંડ ચાલી રહ્યું હતું.રેલવે સિવાય પોસ્ટ વિભાગ, વન વિભાગ, ટેક્સ વિભાગ, હાઈકોર્ટ, લોક નિર્માણ વિભાગ, બિહાર સરકાર, ડીડીએ અને રાજસ્થાન સચિવાલય વગેરેના નામે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી હતી. આ ટોળકીએ નકલી ઈમેલ એકાઉન્ટ બનાવી લોકોને નિમણૂંક પત્ર મોકલતું હતું. એવા ઈમેલ એડ્રેસ તૈયાર કરવામાં આવતા હતા, જેને જોઈને લાગતું હતું કે ખરેખર કોઈ સરકારી વિભાગ તરફથી મોકલવામાં આવ્યો છે. ઈડીએ આ મામલામાં ગુજરાત સહિત છ રાજ્યોમાં દરોડા પડ્યા હતા. જેમાં બિહાર, બંગાળ, યુપી, તમિલનાડુ, ગુજરાત અને કેરળમાં દરોડા પાડ્યા છે.

આ છ રાજ્યોના કુલ 15 શહેરમાં ઈડીની કાર્યવાહી ચાલી રહી છે. ગુજરાતના રાજકોટ તેમજ ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં ઈડીએ બે સ્થળે દરોડા પાડ્યા છે. આ સિવાય પ્રયાગરાજમાં 1 અને લખનૌમાં એક જગ્યાએ કાર્યવાહી ચાલી રહી છે. બિહારમાં મુઝફ્ફરપુરમાં એક સ્થાન પર અને મોતિહારીમાં બે જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળની રાજધાની કોલકત્તામાં આ ગેંગના બે સ્થળની જાણકારી મળી છે. કેરળના ચાર શહેરોમાં ઈડીએ કાર્યવાહી શરૂૂ કરી છે.

Exit mobile version