રાષ્ટ્રીય

TMCના ધારાસભ્ય સુદીપ્તો રોયના નિવાસે ઇડીના દરોડા

Published

on

કોલકાતાની સરકારી હોસ્પિટલ આરજી ટેક્સ કૌભાંડ કેસમાં સીએમ મમતા બેનર્જીની પાર્ટી ટી.એમ.સી.ના ધારાસભ્ય સુદીપ્તો રોયના નિવાસે ઇડીના અધિકારીઓએ તેના ઘરે દરોડા પાડ્યા છે. શ્રીરામપુર વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય સુદીપ્તો રોય પણ ડોક્ટર છે. આ પહેલા શુક્રવારે બપોરે સીબીઆઈ અધિકારીઓની એક ટીમ કોલકાતાના ઉત્તરી કિનારે સિંથી વિસ્તારમાં રોયના નિવાસસ્થાને પહોંચી હતી અને કેસની તપાસના સંબંધમાં તેમની પૂછપરછ કરી હતી. ત્યાર બાદ આજે સવારથી સદીપ્તો રોયના નિવાસ સ્થાને ઇડીની ટીમોએ દરોડા પાડી સર્ચ હાથ ધર્યુ છે.


બીજી બાજુ, કોલકાતાની આરજી કાર હોસ્પિટલમાં મહિલા તાલીમાર્થી ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાના મામલામાં આંદોલનકારી જુનિયર ડોક્ટરો અને સીએમ મમતા બેનર્જી વચ્ચે વાતચીતનો પાંચમો રાઉન્ડ યોજાયો હતો. મમતા બેનર્જીએ મોટાભાગની પાંચ મુદ્દાની માંગણીઓને પોતાની સંમતિ આપી દીધી છે. મમતાએ કોલકાતા પોલીસ કમિશનર સહિત રાજ્યના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓને હટાવવાની માગણી સ્વીકારી લીધી છે. મમતા સાથેની મુલાકાત બાદ આંદોલનકારીઓનું કહેવું છે કે જ્યાં સુધી તમામ માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version