જંક ફૂડ ખાવું, રાત ઉજાગરા છતાય માજી 101 વર્ષે પણ છે અડીખમ

સારી ઊંઘ, ગ્રીન ટી, ધીમે-ધીમે જમવું જરૂરી ચીનમાં 101 વર્ષનાં ઝિયાન્ગ યુકિન નામનાં માજી એ દરેક ખરાબ આદત ધરાવે છે જેને આપણે ખોટી અથવા તો…

સારી ઊંઘ, ગ્રીન ટી, ધીમે-ધીમે જમવું જરૂરી

ચીનમાં 101 વર્ષનાં ઝિયાન્ગ યુકિન નામનાં માજી એ દરેક ખરાબ આદત ધરાવે છે જેને આપણે ખોટી અથવા તો ખરાબ લાઇફસ્ટાઇલ કહીએ છીએ. રાતે મોડે સુધી જાગવું, સવારે સૂરજ માથે ચડી જાય ત્યાં સુધી સૂવું, મોડી રાતે જન્ક ફૂડનો નાસ્તો કરવો. એમ છતાં માજીની ઉંમર 101 વર્ષ થઈ ગઈ છે. તેઓ પોતાની લાંબી ઉંમર માટે સારી ઊંઘ, રોજ ગ્રીન ટી અને ધીમે ધીમે ખાવાની આદતને શ્રેય આપે છે.

101 વર્ષનાં માજીનો મંત્ર છે કે સ્ટ્રેસ-ફ્રી વિચારધારા રાખીને જીવવું. આ ઉંમરે પણ તેમના બધા દાંત સાબૂત છે. આ માજી 7 સંતાનોનાં માતા છે અને હવે તો પૌત્ર-પૌત્રી અને પરપૌત્ર અને પરપૌત્રીઓની પણ હારમાળા છે. એમ છતાં માજી ખરાબ લાઇફસ્ટાઇલ સાથે જ સ્વસ્થ અને મસ્ત જીવન જીવી રહ્યાં છે.