અમરેલી

બગસરામાં પાલિકાની બેદરકારીથી બજારમાં ગટરના પાણી ઊભરાયા

Published

on

મંદિરે જવું મુશ્કેલ, સાતલડી નદીમાં ભળતું દુષિત પાણી


લોકોના આસ્થાનું પ્રતીક એવા બગસરાના રત્નેશ્વર મહાદેવ મંદિર સામે ઉભરાતી ગટરોના લીધે ભાવિકોમાં રોષ જોવા મળ્યો છે બગસરામાં છેલ્લા ઘણા સમય થયા આસ્થાનું પ્રતિક એવા રત્નેશ્વર મહાદેવ મંદિર સામે ગટરો ઉભરાવાથી ભાવિકમાં કચવાટ જોવા મળી રહ્યો છે તંત્ર દ્વારા આળસ ખંખેરી તાકીદે સફાઈ કરવામાં આવે એવી માંગણી ઉઠી છે.


વિગત અનુસાર બગસરા ગામની ગંગા જેવી પવિત્ર ગણાતી સાતલડી નદીને દૂષિત કરવાનું જાણે બીડું ઉઠાવ્યું હોય તેમ પાલિકા દ્વારા અવાર નવાર ગટરના દૂષિત પાણીને નદીમાં ઠાલવવામાં આવી રહ્યુ છે પાલિકાના સત્તાધીશોને જાણે એક લક્ષ્ય હોય તેમ આ નદીને ગમે તેમ કરીને દૂષિત કરવી તેવું લાગી રહયું છે. જ્યારે છેલ્લા બે વર્ષથી બગસરામાં પત્રકાર એકતા પરિષદ દ્વારા સાતલડી નદીને સફાઈ કરવામાં આવી છે ત્યારે તંત્ર દ્વારા આ સફાઈ ઉપર મીંડું વળી દેતા હોય તેવું લાગી રહયું છે બીજી બાજુ ભાવિકોને પોતાના ઈષ્ટદેવ એવા મહાદેવના મંદિરે જવામાં ગટરના વહેતા પાણીમાંથી પસાર થઈ જવું પડે છે જેના લીધે ભાવિકો માં રોષ જોવા મળી રહ્યો છે પાલિકા દ્વારા ગટરના સફાઈના અભાવે છેલ્લા ઘણા સમયથી ગટરના પાણી જાણે રોડ ઉપર ફુવારો છૂટતો હોય તેવી રીતે બહાર આવી રહ્યું છે આ દુગઁધ યુકત પાણી બહાર આવતા પાલિકા દ્વારા સફાઈ કરવાની તો દૂર પણ બગસરાની ગંગા જેવી પવિત્ર ગણાતી સાતલડી નદીમાં ઠાલવવાનું કામ ચાલુ કરેલ છે ત્યારે આ પાણી એટલું વાસ મારતું હોય છે જે પાણીને નદીમાં ઠાલવવા થી નદીનું પાણી પણ દુર્ગંધ યુકત થઈ ગયું છે જ્યારે આ નદીના પેલે પાર રહેતા લોકોને બેઠા પુલ પરથી પસાર થવું પણ જાણે માથાના દુ:ખાવા સમાન થય ગયુ છે જેના લીધે લોકો દ્વારા અનેક વખત પાલિકાને જાણ કરવામાં આવી છે પરંતુ પાલિકાના સત્તાધીશો તો બસ જાણે બગસરાની જનતાની કાય પડી ના હોય તેવું લાગી રહયું છે તો આવા દૂષિત પાણી નદીમાં ઠાલવવાથી અનેક પ્રકારના રોગ ચાળાની પણ વકી સર્જાય રહેલ છે આવા માથું ફાડી નાખી તેવી વાસ મારતા પાણી નદીમાં જમા થવાથી મચ્છર જન્ય રોગો પણ વધુ પડતાં થય સકે તેમ છે તો આ ગટરના પાણીને યોગ્ય રીતે સફાઈ કરીને ગટરનું પાણી ગટરમાં રહે તે રીતે પાલિકા દ્વારા ચોક્કસ પગલાં લે તેવી લોકોમાં માંગ ઉઠી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version