સૌરાષ્ટ્ર

વેરાવળમાં વ્યાજખોરોના ત્રાસથી ડ્રાય ફિશ ઉદ્યોગપતિનો આપઘાત

Published

on

વેરાવળ શહેરમાં ડ્રાય ફીશ ઉદ્યોગપતિને ધંધામાં નુકશાન ગયેલ હોય અને વ્યાજખોરોનાં ત્રાસના કારણે આત્મહત્યા કરેલ હોવાનો બનાવ બનવા પામેલ છે. આ બનાવ અંગે મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ દ્વારા આ બનાવની યોગ્ય તપાસ કરવા અને મૃતકોના પરિવારજનોને ન્યાય મળે તેમજ કોઈપણ વ્યાજખોરોના ત્રાસથી પીડાતા હોય તેઓએ સમાજનો સંપર્ક કરવાથી દરેક રીતે મદદ કરવામાં આવનાર હોવાનું જણાવેલ છે.
સમગ્ર ગુજરાતમાં વ્યાજખોરો લોકો માટે યમરાજ બનતા હોય તેમ હાલના સમયમાં વ્યાજખોરોના કારણે આપઘાતના બનાવો બનતા જોવા મળે છે. જરૂૂરીયાતમંદ લોકો પોતાની આર્થીક મુશ્કેલીના કારણે એક મહિનાના પાંચ ટકાથી વધુનાં હિસાબે વ્યાજે નાણાં લેતા હોય છે અને પરિણામે વ્યાંજનું ચક્રવૃદ્ધિ વ્યાજ ગણીને આવા નિર્દોષ લોકો વ્યાજખોરોની જાળમાં ફસાઇ જતા બળજબરી પૂર્વક નાણાં વસૂલતા હોવાથી પરિણામે નિર્દોષ લોકો આ ત્રાસથી પોતાનો જીવ આપી દેય છે અને પરીવારજનો વધુ મુશ્કેલીમાં મુકાય જાય છે. આવો જ એક બનાવ વેરાવળ શહેરમાં ડ્રાય ફીશનાં ઉદ્યોગપતિ સોયબભાઈ મલેક સાથે બનેલ હોય જે વર્ષોથી ફાઈન સી ફૂડસ નામની જી.આઇ.ડી.સી. વિસ્તારમાં કંપની ધરાવે છે જેમને થોડા સમય પહેલા ધંધામાં નુકશાન જતા આર્થિક ભીંસના કારણે પૈસા વ્યાજે લીધેલ હોય અને વ્યાજખોરોનાં ત્રાસથી પોતાનો જીવ આપતા પરિવારજનોમાં બાળકો, વૃદ્ધ માતા-પિતા મુશ્કેલીમાં મુકાયેલ છે. આવો જ એક બનાવ અગાઉ પણ બનેલ જેમાં ફારૂૂકભાઈ અજમેરી નામની વ્યક્તિએ પણ વ્યાજખોરોનાં ત્રાસથી ઝેરી ટીકડા ખાઈ આત્મહત્યા કરેલ છે.
આ બનાવોની અંગે વેરાવળ મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ અફઝલ પંજાએ જણાવેલ કે, આ બનાવની યોગ્ય તપાસ કરવા અને મૃતકોના પરિવારજનોને ન્યાય મળે તેમજ કોઈ પણ સમાજ કે ધર્મનું વ્યક્તિ હોય આત્મહત્યાએ જીવનનું સમાધાન નથી. જે કોઈપણ વ્યાજખોરોના ત્રાસથી પીડાતા હોય તેઓએ સમાજના પટેલનો સંપર્ક કરવાથી દરેક રીતે મદદ કરવામાં આવનાર હોવાનું જણાવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version