ગુજરાત

દારૂડિયાની ધોલાઇ, બે મહિલા બાખડી, કેકેવી બ્રિજ પર ખિસ્સામાં દારૂની બોટલના વીડિયો વાઇરલ

Published

on

શહેરમાં અવાર-નવાર મારામારી અને દારૂડિયાના વિડીયો વાઇરલ થાય છે. ત્યારે આજે વધુ ત્રણ વિડીયો વાઇરલ થયા છે. જેમાં દારૂડિયાની ધોલાઇ, હોસ્પિટલ ચોકમાં ઝઘડો કરતી બે મહિલા અને ખિસ્સામાં દારૂની બોટલ લઇ જતા સ્કૂટર સવારનો વિડીયો સોશ્યિલ મિડીયામાં વાઇરલ થયો છે.


પ્રથમ વિડીયો હોસ્પિટલ ચોકમાં કોઇ કારણસર બે મહિલા બાખડી પડી હતી. જેમાં મહિલાના વાળ ખેંચી રીક્ષામાં ખેસડતી નજરે પડે છે. બીજો વિડીયો ચુનારાવડ ચોક પાસેનો છે. જેમાં દારૂડિયો ધમાલ મચાવી મહિલાને અપશબ્દ બોલતો હોવાથી મહિલાએ દારૂડિયાની ધોલાઇ કરી સરાજાહેર મેથીપાક ચખાડ્યો હતો. આ ઉપરાંત ત્રીજા વિડીયોમાં 150 ફૂટ રીંગ રોડ પર કેકેવી ચોક પાસે સ્કૂટર સવાર ત્રણ શખ્સો દારૂ પીધેલી હાલતમાં ખિસ્સામાં દારૂની બોટલ લઇ નીકળતા કોઇએ તેનો વિડીયો ઉતારી સોશિયલ મિડીયામાં વાઇરલ ર્ક્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version