શાપરમાં પરિણીતા અને મોરબીના રંગપર બેલામાં બાળક અકસ્માતે દાઝયો
ગોંડલ અને મોરબીમાં દારૂના નશામાં ગાળો બોલાવાની અને મશ્કરી કરવાની ના પાડતાં આધેડ અને યુવાન ઉપર નશેડી શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા આધેડ અને યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ગોંડલમાં રહેતાં ઝવેરભાઈ ચનાભાઈ સોલંકી (ઉ.50)એ દારૂના નશામાં ગાળો બોલવાની ના પાડતાં શન્ની અને જીવરાજે ઝઘડો કરી માર માર્યો હતો. જ્યારે મોરબીમાં રહેતાં રફીક અબ્દુલભાઈ બોટીયાર (ઉ.28)એ દારૂના નશામાં શાહરૂખ મશ્કરી કરતો હતો જેથી રફીક બોટીયારે મશ્કરી કરવાની ના પાડતાં શાહરૂખ અને હમીદ ખત્રીએ છરી વડે હુમલો કર્યો હતો અન્ય બનાવમાં શાપરમાં રહેતી રાનીકુમારી અમીતભાઈ પાસવાન (ઉ.19) રસોઈ બનાવતી વખતે અકસ્માતે કડાઈમાં પડી જતાં દાઝી ગઈ હતી. જ્યારે મોરબીના રંગપરબેલામાં કંપનીમાં કામ કરતા પરિવારનો અનિરૂધ્ધ પ્રધાનસિંહ બારેલા નામનો દોઢ વર્ષનો માસુમ બાળક અકસ્માતે દાજી જતાં સારવાર માટે ખસેડાયો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
