પત્ની-પુત્રી ગરબા જોવા ગયા બાદ ઘરે એકલા વૃધ્ધનું હૃદય બેસી ગયું

રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદય રોગના હુમલાએ હાહાકાર મચાવ્યો છે. દરરોજ હૃદયરોગના હુમલાના કારણે અનેક માનવ જીંદગી કાળના ખપરમાં હોમાઈ રહી છે ત્યારે વધુ એક ઘટનામાં…

રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદય રોગના હુમલાએ હાહાકાર મચાવ્યો છે. દરરોજ હૃદયરોગના હુમલાના કારણે અનેક માનવ જીંદગી કાળના ખપરમાં હોમાઈ રહી છે ત્યારે વધુ એક ઘટનામાં પુનિતનગરમાં પત્નિ અને દિકરી ગરબી જોવા ગયા બાદ આધેડનું હદયરોગના હુમલાથી મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી જન્મી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલ રોડ પુનિતનગર હા.બોર્ડમાં રહેતાં ભરતભાઇ મગનભાઇ સુરેલીયા (ઉ.વ.52) રાતે પોણા એક વાગ્યે ઘરમાં બેભાન મળતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તબિબે મૃત જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. ભરતભાઇ બે બહેન અને ત્રણ ભાઇમાં નાના હતાં. સંતાનમાં એક દિકરી છે.

પોતે ફર્નિચર કામ કરતાં હતાં. તેમના પત્નિ અને દિકરી રાતે ગરબી જોઇને ઘરે આવ્યા ત્યારે તેઓ બેશુધ્ધ મળ્યા હતાં. હૃદય રોગનો હુમલો આવી ગયાનું જણાવાયું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં તાલુકા પોલીસે કાર્યવાહી કરી હતી. ભરતભાઇ બે બહેન અને ત્રણ ભાઇમાં નાના હતાં. સંતાનમાં એક દિકરી છે. પોતે ફર્નિચર કામ કરતાં હતાં. તેમના પત્નિ અને દિકરી રાતે ગરબી જોઇને ઘરે આવ્યા ત્યારે તેઓ બેશુધ્ધ મળ્યા હતાં. હૃદય રોગનો હુમલો આવી ગયાનું જણાવાયું હતું.