રજા લીધા વિના નોકરી પર આવવાનું બંધ કરતા વેપારીને જાણ થઇ
કંપનીના બિઝનેસ ડેવલપમેન્ટ હેડ રહીમભાઈ મનસુરભાઈ ડોસાણીની ફરિયાદ અનુસાર કંપનીમાં સોનાના દાગીના બનાવવાનું કામ કરતો પશ્ચિમ બંગાળના પશ્ચિમ મેદીનીપુર જિલ્લાના અજાબ નગરનો કારીગર પ્રસંજીત કાર્તીક ભુંજાને ગત તા. 1લી ફેબ્રુઆરી થી 10 ફેબ્રુઆરી દરમિયાન આરોપી દાગીના બનાવવા માટે 22 કેરેટનું કુલ 327.400 ગ્રામસોનુ ઇસ્યુ કરવામાં આવ્યુ હતું. જેમાંથી તેણે 147.200 ગ્રામ સોનાના દાગીના બનાવી પરત જમા કરાવ્યા હતા. ત્યારબાદ તા.11 ફેબ્રુઆરીથી તે કોઈને પણ જણાવ્યા વગર કે રજા લીધા વિના અચાનક નોકરી પર આવતો બંધ થઈ ગયો હતો.
કંપની દ્વારા તપાસ કરાતા તે રાતોરાત પોતાના પરિવાર અને સામાન સાથે તેના વતન પશ્ચિમ બંગાળ તરફ ભાગી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. શખ્સની પેટી ચેક કરવામાં આવતા તેમાંથી કેટલુંક સોનું મળી આવ્યું હતું, પરંતુ હિસાબ કરતા માલુમ પડ્યું કે આરોપી પ્રસંજીત રૂૂપિયા 13,05, 640ની કિંમતનું 93.260 ગ્રામ ચોખ્ખું સોનું કંપનીમાં પરત જમા કરાવ્યા વગર સગેવગે કરી વિશ્વાસઘાત કરીને નાસી છૂટ્યો હતો. આ અંગે રહીમ ડોસાણીની ફરિયાદ આધારે સી ડિવિઝન પોલીસે 2 જુલાઈએ ગુનો નોંધી પીએસઆઈ આર. આર.બ્લોચે તપાસ હાથ ધરી હતી.
