Site icon Gujarat Mirror

‘અથાણા’ના ઓઠા હેઠળ ‘ડ્રગ્સ’ની હેરાફેરી : સામખિયાળી પાસેથી 4.58 લાખનું હેરોઈન પકડાયું

ડ્રગ્સ પેડલરના નવા કિમિયાને ‘નાકામ’ કરતી પોલીસ, બે ઝડપાયા

પૂર્વ કચ્છ પોલીસે ’નો ડ્રગ્સ ઇન ઇસ્ટ કચ્છ’ ઝુંબેશ અંતર્ગત મોટી કાર્યવાહી કરી છે. સામખિયાળી પોલીસે અથાણાના ડબ્બામાંથી 22.280 ગ્રામ હેરોઈન ઝડપી પાડ્યું છે. આ સાથે બે આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, સામખિયાળી ટાઉન વિસ્તારમાં વોચ દરમિયાન પોલીસને ડ્રગ્સ અંગેની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે સ્મશાન પાસેના સર્વિસ રોડ પરથી અથાણાના ડબ્બામાં છુપાવેલું હેરોઈન કબજે કર્યું હતું.

ઝડપાયેલા હેરોઈન અને મોબાઈલ ફોન સહિત કુલ 4 લાખ 58 હજાર રૂૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે દલીપસિંઘ રસલસિંઘ અને અક્ષય અશોક શર્મા (બંને રહે. ગુરુદાસપુર, પંજાબ) નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરાડીયા, પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર અને નાયબ પોલીસ અધિક્ષક સાગર સાબડાની સૂચના તથા સામખિયાળી પોલીસ સ્ટેશનના પીઆઈ જે. એમ. ઝાલાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. સામખિયાળી પોલીસે ગઉઙજ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version