Site icon Gujarat Mirror

સંતવાણીના આધારક અને સાંઇરામ દવેના પિતાજી વિષ્ણુપ્રસાદ દવેનું નિધન

શ્રી વિશ્ણુપ્રસાદ કેશવલાલ દવે જેમણે છેલ્લા પચાસ વર્ષથી પ્રાચિન સંતવાણીની પરંપરાને એક ભજનીક તરીકે જાળવી રાખી. તા.23 જુનના સાંજે પાંચ કલાકે સંતવાણીના આ ભજન પુરૂષે વિદાય લીધી. પ્રસાદજીના હુલામણા નામથી પોતાના ભજન સત્સંગનો બહોળો ચાહક વર્ગ ધરાવતા વિશ્ણુપ્રસાદજીને હેમુભાઇ ગઢવીએ આકાશવાણી રાજકોટ પર ઇ.સ.1976 માં ભજનીક તરીકે પસંદ કરેલા હતા. જીવનના ઉતરાર્ધમાં તેમણે આકાશવાણીના એ ગ્રેડના ભજનીક તરીકે માન્યતા મેળવી હતી. 2005ની સાલમાં તાત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સાંઇરામ દવે અને વિશ્ણુપ્રસાદ દવેને સંયુક્ત ગૌરવ પુરસ્કારથી નવાજયા હતા. આ બાપ-દિકરાએ જુગલબીંના ઘણા કાર્યક્રમો સાથે કર્યા હતા. પિતા-પુત્રનો મિત્રતા ભર્યો વ્યવહાર હવે માત્ર એક યાદ બનીને રહી ગયો.

જીવનમાં કડક શિસ્તના અને અનુશાસનના આગ્રહી પ્રસાદજીએ સૌરાષ્ટ્રની ભજન પરંપરાના અંતિમ દિવડા માના એક હતા. તેમણે લખેલા શોેલા તથા કંપોઝ કરેલા ઘણા બધા ભજનો આજે લોકજીભે રમે છે. જેમાં જપ લે હરિ કા નામ, કાના નાના છાના માના, સદગુરૂ કે શરણોમેં જા કે, પવન પાવડી વિગેરે ભજનો આજે વરસોથી સંતવાણીમાં સંભળાય છે. રેડીયો સ્ટેશન પર હજુ પણ પ્રાત: કાળે રજુ થતા ‘અર્ચનણા સંતવાણી’ કાર્યક્રમમાં પ્રસાદજીએ આશરે સો જેટલા પ્રાચીન ભજનો રજુ કર્યા છે. સૌરાષ્ટ્રની અસલ્લ પ્રાચીન ભજન પરંપરાને જાળવનારા ભજનીકોમાં તેમનું નામ મોખરે હતું. એંશીના દાયકામાં તેમણે રેડીયો પરથી રજુ કરેલું ભજન ‘મારું રે પિયરીયું માધવપુરમાં….! જેનાથી પ્રસાદજીને ખ્યાતી પ્રાપ્ત થઇ હતી.

પ્રસાદજીએ પોતાના વતન અમરનગરથી પોતાની શૈક્ષણિક કારકિર્દી શરૂ કરી હતી. જેઓ મોંઘીબા ગર્લ્સ હાઇસ્કુલ ગોંડલમાંથી શિક્ષક તરીકે નિવૃત થયા હતા. હરિરામબાપા (ધુનેશ્વર) તેમનો ગુરૂદદ્વારો હતો. જેમના માટે પ્રસાદજીનું સમગ્ર જીવન સમર્પિત હતું.

હાસ્યકલાકાર સાંઇરામ દવે પોતાની સફળતાનો તમામ શ્રેય પોતાના પિતાજીને આપે છે. આમ વિશ્ણુપ્રસાદ દવેના દેહાવસાન સાથે સૌરાષ્ટ્રે એક બિન વિવાદિત અને સમર્થ ભજનાંનંદી પુરૂષ ગુમાવ્યો છે.
જયારે સાંઇરામ દવે તથા લઘુબું કિશન અને અમિતે પિતાની છત્રછાયા ગુમાવી છે. છેલ્લા એકાદ વરસથી અન્નનળીના કેન્સરથી પ્રસાદજી પીડાતા હતા. એક ભજનાનંદી પુરૂષની વિદાયથી સમગ્ર ગુજરાતનું કલાજગત શોકગ્રસ્ત થયું છે.

Exit mobile version