ગુજરાત

રોગચાળા નિયંત્રણ માટે જામ્યુકો દ્વારા ઘરે ઘરે સરવે: તાવના વધુ 81 કેસ નોંધાયા

Published

on


જામનગરમા કોલેરા સહિત નાં રોગચાળા નાં કારણે બીમારી નું પ્રમાણ વધ્યું છે.આથી મહાનગર પાલિકા દ્વારા સતત આરોગ્ય વિષયક કામગીરી કરવામાં આવી રહી છે. ઘરે ઘરે થતા સર્વેક્ષણ મા આજે તાવ નાં 81 કેસ મળ્યા હતા.


આરોગ્ય કેન્દ્ર મેડીકલ ટીમ દ્વારા વિસ્તારોમાં સઘન સર્વેલન્સ કરવામાં આવેલ છે તેમાં પાંચ મેડીકલ ટીમ દ્વારા આજે 347 ઘરોમાં 1563ની વસ્તીની મુલાકાત કરવામાં આવી હતી.આને 38 ઓ.આર.એસ. પેકેટનું વિતરણ , 2030 ક્લોરીન ટેબલેટ વિતરણ કરવામાં આવ્યું હતું.આજે ઝાડાનાં 3 કેસ નોંધાયા હતા. આજ રોજ કુલ 23 લાઈન લીકેજ ની મરામત કરવામાં આવી હતી. સોલીડ વેસ્ટ શાખા દ્વારા 2550 કિલો જંતુનાશક દવાનાં પાઉડરનો છંટકાવ કરવામાં આવ્યો હતો. શહેરમાં મચ્છરજન્યરોગો જેવા કે, મેલેરિયા, ડેન્ગ્યુ, ચીકુનગુનિયાનાં કેસોને નિયંત્રણમાં રાખી શકાય તથા મચ્છરની ઉત્પતિની નિયંત્રિત કરી શકાય.તે માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.તેમાં આજે આરોગ્ય કેન્દ્ર ની 48 સુપરવાયઝર , 212 સર્વેલન્સ ટીમ , દ્વારા 59,954ની વસ્તી , અને 13860 ઘર તથા 75,786 પાણીનાં પાત્રોની ચકાસણી કરવામાં આવી હતી.

આ દરમ્યાન ઉપરોક્ત ઘરોમાંથી સામન્ય તાવ-81 કેસ મળ્યા હતા. જેમને સ્થળ પર સારવાર આપવામાં આવી હતી. ઉપરોક્ત ઘરોમાંથી 298 ઘરોમાં 334 પાણીનાં પાત્રોમાં મચ્છરનાં પોરા જોવા મળયા હતા. પાણીના પાત્રોમાંથી મચ્છરની ઉત્પતિ અટકાવી શકાય તે માટે 8685 પાત્રોમાં એબેટ નામની દવા નાખવામાં આવી હતી. તથા 319 પાત્રોમાંથી પાણી ખાલી કરાવાયું હતું. શહેરમાં જોવા મળેલ પાણી ભરાયેલ 26 જેટલા સ્થળોમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. ફૂડ શાખા દ્વારા પાણીપુરી ની 6 લારીઓ બંધ કરાવી હતી.અને 105 લીટર પાણીપુરી નાં નુ પાણી નો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે નાશ કરેલ 8 કિલો પાણીપૂરી નાં નો માવા નો બે કિલો ચટણી નો નાશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત પાંચ હોટલ રેસ્ટોરન્ટ મા તપાસ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version